Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : કુંભારવાડામાં અસામાજિક તત્વોનો આતંક? છરી સાથે ધસી આવી ત્રણ લોકોએ વૃદ્ધ પર કર્યો હુમલો

Bhavnagar શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં છરી વડે હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 21 Sep 2026 01:53 PM IST
Bhavnagar : કુંભારવાડામાં અસામાજિક તત્વોનો આતંક? છરી સાથે ધસી આવી ત્રણ લોકોએ વૃદ્ધ પર કર્યો હુમલોBhavnagar : કુંભારવાડામાં અસામાજિક તત્વોનો આતંક? છરી સાથે ધસી આવી ત્રણ લોકોએ વૃદ્ધ પર કર્યો હુમલો

Bhavnagar

Bhavnagar : સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં બે મહિલા સહિત એક વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મારુતિનગર વિસ્તારમાં એક શખ્સ નશાની હાલતમાં અભદ્ર શબ્દો બોલતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

સ્થાનિકોએ તેને આવું ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શખ્સ ઉશ્કેરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ, ગૌરાંગ શ્રીમાળી ઉર્ફે હગો નામના શખ્સે બાદમાં છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બે મહિલાઓ અને એક વૃદ્ધને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ આ શખ્સ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો હતી. આ બાબતે શેરીની કેટલીક મહિલાઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અગાઉની આ બાબતની દાજ રાખીને શખ્સે છરી સાથે આવી હુમલો કર્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં બનેલી ઘટનાને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. શખ્સે અગાઉ પણ આ પ્રકારની હરકતો કરી હતી કે કેમ અને હુમલા પાછળ ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

ઇજાગ્રસ્તોને પ્રાથમિક મદદ બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે મારુતિનગર વિસ્તારના સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવા અને આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને સ્થાનિકોના નિવેદનોના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલામાં સામેલ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કુંભારવાડાના મારુતિનગરમાં બનેલી આ ઘટના બાદ CCTV ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે