Bhavnagar : હની ટ્રેપ કેસમાં આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન, પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી કરી


Bhavnagar
Bhavnagar : હની ટ્રેપ કેસમાં આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન, પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ કાર્યવાહી કરી


Bhavnagar
Bhavnagar : ભાવનગર જિલ્લામાં હની ટ્રેપના ચકચારી કેસમાં પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. બોરતાળા પોલીસે સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે આરોપીઓમાંથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા અને રાજેશ ભીખાભાઈ કાથરોટીયાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી
પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન બંને આરોપીઓના ગળામાં 'હું નકલી પોલીસ છું' લખેલા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને ગળામાં સાયકલ પહેરાવી કાન પકડાવી ઉઠક-બેઠક પણ કરાવી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલાની શરૂઆત મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી એક આધેડ સાથે મિત્રતા કેળવવાથી થઈ હતી. ત્યારબાદ મહિલા અને આધેડ સાળંગપુર દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે મહિલાના સાગરીતોએ બંનેને રસ્તામાં અટકાવ્યા હતા.
પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી
આરોપીઓએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓ તરીકે આપી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આધેડ પાસેથી ₹3.05 લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર ઘટનાને લઈને આધેડ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાવી ઘટનાના સમગ્ર ક્રમની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓના નિવેદનો, ઘટનાસ્થળ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં સંડોવાયેલા અન્ય પાસાઓ અંગે પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો : Suratમાં Zeptoના ગોડાઉનમાં એક્સપાયરી વસ્તુઓ મળી, ₹25 હજારનો દંડ; શોકોઝ નોટિસ





