બુધેલ ગામમાં 67 વર્ષથી અવિરત અખંડ રામધૂન, 68મા વર્ષમાં મંગલ પ્રવેશ



Budhel Akhand Ramdhun
બુધેલ ગામમાં 67 વર્ષથી અવિરત અખંડ રામધૂન, 68મા વર્ષમાં મંગલ પ્રવેશ



Budhel Akhand Ramdhun
Budhel Akhand Ramdhun: ભાવનગર નજીક આવેલા રળિયામણા બુધેલ ગામમાં વર્ષોથી ધાર્મિક આસ્થા, એકતા અને સંસ્કૃતિની અનોખી પરંપરા જળવાઈ રહી છે. ગામમાં ઈ.સ. 1955માં ‘માઁ બહુચરાજી’ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. 1960થી શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા 67 વર્ષથી એક પણ દિવસ ખંડિત થયા વિના અવિરત અખંડ રામધૂન ચાલી રહી છે. હવે આ પરંપરાએ 68મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બુધેલ ગામની રામધૂનમાં નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો તેમજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે. ખાસ વાત એ છે કે કોઈપણ જાતના ઉચ્ચ-નીચ, જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વિના અઢારેય વર્ણના લોકો એકસાથે રામધૂનમાં જોડાઈ ભક્તિમય વાતાવરણ સર્જે છે.
આજના સમયમાં યુવાનો મોજ-શોખ અને વ્યસનો તરફ આકર્ષાતા હોવા છતાં બુધેલ ગામના યુવાનો વહેલી સવારે 5 વાગ્યે અખંડ રામધૂનમાં જોડાઈ આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. યુવાનોની આ ભાગીદારી આગામી પેઢી સુધી સંસ્કાર અને ધાર્મિક પરંપરા પહોંચાડવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. બુધેલની આ અખંડ રામધૂન માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ગામની એકતા, અખંડિતતા, ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતિક બની છે. 67 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ગ્રામજનોમાં ભાઈચારો અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



