Bhavnagarમાં ભૂતાનના સૌંદર્યની અલૌકિક સફરનું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું



Bhutan Photography Exhibition Bhavnagar
Bhavnagarમાં ભૂતાનના સૌંદર્યની અલૌકિક સફરનું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું



Bhutan Photography Exhibition Bhavnagar
Bhutan Photography Exhibition Bhavnagar: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગથી જાણીતા કલાકાર અને ફોટોગ્રાફર અમૂલ પરમાર દ્વારા આયોજિત વિશિષ્ટ ફોટોગ્રાફી પ્રદર્શન ‘ભૂતાનના સૌંદર્યની અલૌકિક સફર’નું ભાવનગરની શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 25ના રોજ સાંજે 7 વાગ્યે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ડીવાય.એસ.પી. (આઈ.બી. વિભાગ) મનીષભાઈ ઠાકર, રાજયોગી બ્રહ્માકુમારી તૃપ્તિબહેન, ગુજરાત ગૌરવ પુરસ્કૃત ભરતભાઈ પંડ્યા, ઇન્ટરનેશનલ ખાદ્ય ખોરાકના પ્રમોટર હિમાચલભાઈ મહેતા, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રમુખ વૈભવભાઈ વ્યાસ તેમજ શેઠ કન્સ્ટ્રક્શનના ગિરીશભાઈ શેઠ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલારસિકોથી ભરચક ગેલેરીમાં ભૂતાનના કુદરતી સૌંદર્ય, પ્રાકૃતિક દૃશ્યો અને વિવિધ આકર્ષક તસવીરો રજૂ કરવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોએ અમૂલ પરમારના ફોટોગ્રાફી ક્ષેત્રેના કલાત્મક દૃષ્ટિકોણને બિરદાવ્યો હતો અને ભાવનગરના નગરજનોને ગેલેરીમાં બેઠા બેઠા ભૂતાનના અદભુત સૌંદર્યનો અનુભવ કરાવવાના પ્રયાસને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્નેહલબેન અજય ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ વિશ્વાબેન ધવલ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

આ ફોટોગ્રાફી પ્રદર્શનનો આજે તા. ૨૭ સપ્ટેમ્બર, રવિવારના રોજ અંતિમ દિવસ હતો. સવારે ૧૦થી રાત્રે ૮ વાગ્યા સુધી શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે નગરજનો અને કલારસિકો માટે પ્રદર્શન વિનામૂલ્યે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





