ભાવનગરમાં નવરાત્રી પહેલા ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશને લઈને રજૂઆત, કલેક્ટરને કરાઈ વિવિધ માંગ



Bhavnagar Navratri Garba Entry Demand
ભાવનગરમાં નવરાત્રી પહેલા ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશને લઈને રજૂઆત, કલેક્ટરને કરાઈ વિવિધ માંગ



Bhavnagar Navratri Garba Entry Demand
Bhavnagar Navratri Garba Entry Demand: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા કાર્યક્રમોમાં સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થાને લઈને ભાવનગરમાં રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા મહામંત્રી પરેશભાઈ મુખી પટેલ દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગરબા આયોજકોને પરમિશન આપતા પહેલા કેટલીક સૂચનાઓ આપવા માંગ કરવામાં આવી છે.

ગરબા સ્થળે પ્રવેશ વ્યવસ્થા અંગે માંગ
રજૂઆતમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમોમાં વિધર્મી યુવકોને પ્રવેશ ન મળે તે માટે ખાસ તકેદારી રાખવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતકર્તા દ્વારા ગરબા આયોજકોને પરમિશન આપતી વખતે તંત્ર તરફથી આ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબા પંડાલમાં ઇલેક્ટ્રિશિયન, સિક્યુરિટી, મેઇન્ટેનન્સ, પાવર સહિતની કામગીરીમાં કોને જવાબદારી સોંપવામાં આવે છે તે અંગે પણ તકેદારી રાખવાની રજૂઆત કરવામાં આવી છે.

સરપ્રાઇઝ ચેકિંગની પણ વાત
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગરબા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને કોઈ વાંધાજનક બાબત સામે આવે તો પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા અને કપલ્સ એકાંતમાં જોવા મળે તેવા કિસ્સામાં સંબંધિત તંત્રને જાણ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
દુકાનો બંધ રાખવાની પણ માંગ
રજૂઆતમાં નવરાત્રી દરમિયાન ચોક્કસ પ્રકારની દુકાનો બંધ રાખવા અંગે પણ માંગ કરવામાં આવી છે. સમગ્ર રજૂઆતનો મુખ્ય મુદ્દો નવરાત્રીના ગરબા કાર્યક્રમોમાં સુરક્ષા, પ્રવેશ વ્યવસ્થા અને તકેદારી વધારવાનો છે. હવે આ રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગરબા આયોજકોને શું સૂચનાઓ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



