BMC Paryushan Checking: પર્યુષણ પર્વને લઈ ભાવનગર મનપાનું ચેકિંગ, ભીલવાડા સહિતના વિસ્તારોમાં તંત્રની તપાસ



Bhavnagar Municipal Corporation Paryushan Checking
BMC Paryushan Checking: પર્યુષણ પર્વને લઈ ભાવનગર મનપાનું ચેકિંગ, ભીલવાડા સહિતના વિસ્તારોમાં તંત્રની તપાસ



Bhavnagar Municipal Corporation Paryushan Checking
Bhavnagar Municipal Corporation Paryushan Checking: જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની ટીમ દ્વારા ભીલવાડા, સાંઢીયાવાડ, કાછીયાવાડ સહિતના વિસ્તારોમાં પહોંચી સ્થળ તપાસ કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજની ધાર્મિક લાગણીઓ અને પવિત્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. પર્વ દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ન થાય તેમજ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાને લગતા નિયમોનું પાલન થાય તે માટે મનપાની ટીમોએ ચેકિંગ કર્યું હતું.



ચેકિંગ દરમિયાન ટીમ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ જરૂરી તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવા અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પર્યુષણ પર્વ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]





