ભાવનગર લઠ્ઠાકાંડને લઈ Growthnow News પર સૌથી મોટા સમાચાર: મુખ્ય આરોપી ઉમેદસિંહની આગ્રાથી SMCએ ધરપકડ કરી



Bhavnagar Laththakand
ભાવનગર લઠ્ઠાકાંડને લઈ Growthnow News પર સૌથી મોટા સમાચાર: મુખ્ય આરોપી ઉમેદસિંહની આગ્રાથી SMCએ ધરપકડ કરી



Bhavnagar Laththakand
Bhavnagar Laththakand: ભાવનગર લઠ્ઠાકાંડને લઈને Growthnow News પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા ઉમેદસિંહની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આગ્રાથી ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
મિથેનોલ સપ્લાયને લઈને મોટો ખુલાસો
લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલા મિથેનોલને લઈને તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. તપાસમાં સામે આવેલી માહિતી મુજબ દારૂમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ ઉમેદસિંહે મોકલ્યું હતું. આ ખુલાસા બાદ સમગ્ર નેટવર્કમાં ઉમેદસિંહની ભૂમિકા અંગે તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.
SMCએ આગ્રાથી આરોપીને ઝડપ્યો
લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહેલી SMCની ટીમે આરોપી ઉમેદસિંહને આગ્રાથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની ધરપકડ બાદ મિથેનોલ ક્યાંથી મેળવવામાં આવ્યું, કોને મોકલવામાં આવ્યું અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે તપાસનો દોર આગળ વધશે.
મિથેનોલ કાંડનું નેટવર્ક ખૂલવાની શક્યતા
મિથેનોલનો જથ્થો ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના સપ્લાય પાછળનું નેટવર્ક કેટલું મોટું છે તે અંગે હવે તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ઉમેદસિંહની ધરપકડને લઠ્ઠાકાંડની તપાસમાં મહત્વની કડી માનવામાં આવી રહી છે. તેની પૂછપરછમાં મિથેનોલ સપ્લાય અને કાંડ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ મહત્વની માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



