Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની કાર્યવાહી તેજ, દિલ્હથી બોગસ બિલ બનાવનાર મનજીતસિંઘ ઝડપાયો

Bhavnagar Laththakand SMC Action: ભાવનગરમાં હાહાકાર મચાવનારા લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસ વધુ તેજ બની છે. તપાસ દરમિયાન દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝેરી...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 04:09 PM IST
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની કાર્યવાહી તેજ, દિલ્હથી બોગસ બિલ બનાવનાર મનજીતસિંઘ ઝડપાયોભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની કાર્યવાહી તેજ, દિલ્હથી બોગસ બિલ બનાવનાર મનજીતસિંઘ ઝડપાયો

Bhavnagar Laththakand SMC Action

Bhavnagar Laththakand SMC Action: ભાવનગરમાં હાહાકાર મચાવનારા લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસ વધુ તેજ બની છે. તપાસ દરમિયાન દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝેરી દારૂ બનાવવા માટે મંગાવવામાં આવેલા મિથેનોલના જથ્થાને કાગળ પર થિનર તરીકે દર્શાવી બોગસ બિલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દિલ્હીના પશ્ચિમ વિસ્તારના મુંડકા ખાતે રહેતા મનજીતસિંઘ ક્રિશનચંદ્ર સૈનીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે 10 સપ્ટેમ્બર 2026 સુધીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

મિથેનોલને થિનર બતાવી બનાવ્યા બોગસ બિલ

લઠ્ઠાકાંડની તપાસમાં સામે આવ્યું છે કે કેમિકલયુક્ત ઝેરી દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ દિલ્હીથી મેળવવામાં આવ્યું હતું. આ મિથેનોલના જથ્થાને કાયદેસર દર્શાવવા માટે તેને થિનર તરીકે બતાવી ખોટા બિલ તૈયાર કરવામાં આવ્યા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. આ કેસમાં મનજીતસિંઘની ભૂમિકા સામે આવતા SMCએ દિલ્હીમાં કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.

કુલ ધરપકડનો આંકડો 40 પર પહોંચ્યો

રાજ્યમાં ચકચારી મચાવનારા નકલી રોયલ સ્ટેગ વિદેશી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાંડમાં 13 નિર્દોષ લોકોના મોત થયા હતા. દરમિયાન અગાઉ ઝડપાયેલા 10 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓને જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યો સુધી તપાસનો વ્યાપ

SMC દ્વારા તપાસનો વ્યાપ ગુજરાત બહાર પણ વધારવામાં આવ્યો છે. દિલ્હીથી પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિનેશ શાક્ય, લખન છાંડી, પાર્થ મજેઠીયા, પાર્થ બુધેલીયા, જગદિશસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ અને આગ્રાથી ઝડપાયેલા ઉમેદસિંગ સહિત કુલ 10 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઝડપાયેલા 40 આરોપીઓમાંથી 38 આરોપીઓ જેલમાં મોકલાઈ ચૂક્યા છે.

પોલીસ કોન્સ્ટેબલની પણ પૂછપરછ ચાલુ

આ ચકચારી કેસમાં વેળાવદર-ભાલ સનેસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સતત સંપર્કમાં હોવાની અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)માં સંડોવણી સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ રાજદિપસિંહ ગોહિલ અને દિલ્હથી ઝડપાયેલા મનજીતસિંઘ બંને SMCના રિમાન્ડ હેઠળ છે. બંનેની પૂછપરછ દરમિયાન કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]