Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar ના ખેડૂતો મેઘરાજાની રાહમાં, વરસાદ નહીં તો નુકસાન પાકું? કૂવા-બોરમાં પાણી ઓછું?

Bhavnagar જિલ્લા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 10 Sep 2026 10:40 AM IST
Bhavnagar ના ખેડૂતો મેઘરાજાની રાહમાં, વરસાદ નહીં તો નુકસાન પાકું? કૂવા-બોરમાં પાણી ઓછું?Bhavnagar ના ખેડૂતો મેઘરાજાની રાહમાં, વરસાદ નહીં તો નુકસાન પાકું? કૂવા-બોરમાં પાણી ઓછું?

Bhavnagar Agriculture

Bhavnagar : ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સાનુકૂળ વરસાદ મળતાં પાકનો ઉગાવો અને વિકાસ સારો થયો હતો, પરંતુ હવે લાંબા સમયથી વરસાદ ન પડતા ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે.

વરસાદ ખેંચાતા પાકને નુકસાનની ભીતિ

ખાસ કરીને મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતની અસર જોવા મળી રહી છે. કેટલાક ખેતરોમાં પાક સુકાવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. પાકને બચાવવા માટે કેટલાક ખેડૂતો સિંચાઈનો સહારો લઈ રહ્યા છે, પરંતુ વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ વિકલ્પ પણ મર્યાદિત છે. ખેડૂત જીતુભાઈ બલદાણિયાના જણાવ્યા મુજબ, વાવણીના સમયે સારો વરસાદ થયો હતો અને શરૂઆતમાં પાકનો ઉગાવો પણ સારો આવ્યો હતો.

જોકે ત્યારબાદ લાંબા સમયથી સારો વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના જણાવ્યા મુજબ, 40થી 45 દિવસથી વધુ સમયથી સારો વરસાદ ન થતાં મગફળી અને કપાસનો પાક સુકાવા લાગ્યો છે. ખેતીમાં અત્યાર સુધીમાં વિઘે આશરે ₹20 હજાર સુધીનો ખર્ચ થઈ ચૂક્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખેડૂત કનુભાઈ સોલંકીએ જણાવ્યું કે તેઓ વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે અને ભાગે જમીન રાખીને ખેતી કરે છે.

આ વર્ષે મગફળી અને કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું છે

પરંતુ 45 દિવસથી વધુ સમયથી સારો વરસાદ ન થતાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. કૂવા અને બોરમાં પણ પૂરતું પાણી ન હોવાથી પાકને સિંચાઈ આપી શકાતી નથી. ખેડૂત અશોકભાઈ ઠુમ્મરે પણ વરસાદની અછતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કૂવા અને બોરમાં થોડું પાણી છે, પરંતુ વીજળી સમયસર ન મળતી હોવાથી સિંચાઈ કરવામાં મુશ્કેલી પડે છે. ખેતી સાથે હવે પશુઓના ઘાસચારાની પણ ચિંતા વધી છે.

મગફળીનો પાક સુકાવા લાગતા તેના પાલાનો ઉપયોગ પશુઓના ઘાસચારા તરીકે થઈ શકે તેવી સ્થિતિ પણ ન રહેવાની ખેડૂતોને ભીતિ છે. આમ, વરસાદ ખેંચાતા એક તરફ પાક પર સંકટ ઊભું થયું છે તો બીજી તરફ પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. હવે ભાવનગરના ખેડૂતોની નજર ફરી એકવાર મેઘરાજા તરફ મંડાઈ છે. ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ઉભા પાકને રાહત મળી શકે અને ખેતી તેમજ પશુધન બંનેને બચાવી શકાય.

આ પણ વાંચો : Nepal માં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ, 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.