Get News Alerts

Never miss breaking news updates.

વડનગરથી વારાણસી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત

Seva Sankalp Yatra Bharuch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગરથી વારાણસી સુધી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું....
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 08:39 PM IST
વડનગરથી વારાણસી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગતવડનગરથી વારાણસી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત

Seva Sankalp Yatra Bharuch

Seva Sankalp Yatra Bharuch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગરથી વારાણસી સુધી નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગમાં યાત્રાનું કળશપૂજન, પુષ્પવર્ષા અને ફટાકડાની આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો સાથે ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. ભાજપના કાર્યકરો, આગેવાનો અને બાઈકર્સ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

અંકલેશ્વરથી રાજ્યમંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ બાઈક પર જોડાયા

અંકલેશ્વર ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી બાઈક ચલાવી ‘સેવા સંકલ્પ યાત્રા’માં જોડાયા હતા. બંને આગેવાનો બાઈકર્સ સાથે વાલિયા તરફ આગળ વધ્યા હતા. વાલિયા તાલુકામાં યાત્રાના પ્રવેશ સમયે ધારાસભ્ય રીતેશ વસાવા પણ બાઈક લઈને યાત્રામાં જોડાયા હતા. જેના કારણે યાત્રામાં કાર્યકરો અને બાઈકર્સનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો.

મહારાણા પ્રતાપ અને ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ

વાલિયા ખાતે મહારાણા પ્રતાપ અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ‘સેવા એ જ સમર્પણ’ પહેલ હેઠળ રૂપનગર જવાહર નવોદય વિદ્યાલયના 540 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નેત્રંગમાં પણ યાત્રાનું ભવ્ય સ્વાગત

વાલિયા બાદ ‘સેવા સંકલ્પ યાત્રા’ નેત્રંગ પહોંચી હતી. અહીં તાલુકા ભાજપ સંગઠન, આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રાએ ભરૂચ જિલ્લાની સરહદ પૂર્ણ કરી નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના જિલ્લા અગ્રણીઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને બાઈકર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ થયેલા સ્વાગતથી સમગ્ર માર્ગ પર ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]