Get News Alerts

Never miss breaking news updates.

BJP President: અભિજિત મુહૂર્તમાં પરેશ લાડે સંભાળ્યો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો પદભાર

Paresh Lad Bharuch BJP President: ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ કાંતિભાઈ લાડે અભિજિત મુહૂર્તમાં વિધિવત્ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત ભાજપ દ્વારા...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 06:24 PM IST
BJP President: અભિજિત મુહૂર્તમાં પરેશ લાડે સંભાળ્યો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો પદભારBJP President: અભિજિત મુહૂર્તમાં પરેશ લાડે સંભાળ્યો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો પદભાર

Paresh Lad Bharuch BJP President

Paresh Lad Bharuch BJP President: ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ કાંતિભાઈ લાડે અભિજિત મુહૂર્તમાં વિધિવત્ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત ભાજપ દ્વારા ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. પદભાર ગ્રહણ કરતાં પહેલાં પરેશ લાડે સ્ટેશન રોડ સ્થિત બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ પક્ષના પીઢ અગ્રણીઓ અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચતા પરેશ લાડનું સંગઠનની ટીમ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અભિજિત મુહૂર્તમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. પદભાર ગ્રહણ પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

પદભાર ગ્રહણ બાદ પરેશ લાડે જણાવ્યું હતું કે, ભાજપના એક કાર્યકર તરીકે કર્તવ્યપથ પર કાર્યરત રહી પક્ષે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાની નેમ છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરો સાથે મળીને કામ કરવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]