Get News Alerts

Never miss breaking news updates.

પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ, ખેતરમાં વેસ્ટ ઠાલવતા 2 ડ્રાઇવર ઝડપાયા

Panoli GIDC Chemical Waste: ભરૂચ LCB પોલીસે પાનોલી GIDC વિસ્તારમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે-48 પર બાકરોલ બ્રિજ નજીક ખુલ્લા ખેતરમાં ખાડો ખોદીને શંકાસ્પદ...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 08:55 PM IST
પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ, ખેતરમાં વેસ્ટ ઠાલવતા 2 ડ્રાઇવર ઝડપાયાપાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ, ખેતરમાં વેસ્ટ ઠાલવતા 2 ડ્રાઇવર ઝડપાયા

Panoli GIDC Chemical Waste

Panoli GIDC Chemical Waste: ભરૂચ LCB પોલીસે પાનોલી GIDC વિસ્તારમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે-48 પર બાકરોલ બ્રિજ નજીક ખુલ્લા ખેતરમાં ખાડો ખોદીને શંકાસ્પદ સોલિડ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવતા બે હાઇવા ટ્રક સાથે બે ડ્રાઇવરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ભરૂચ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાકરોલ બ્રિજના સર્વિસ રોડ નજીક આવેલા ખેતરમાં બે હાઇવા ટ્રકમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા ખેતરમાં ખોદવામાં આવેલા ખાડામાંથી તીવ્ર કેમિકલની દુર્ગંધ આવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી હાઇવા ટ્રકના ચાલક ઝકરિયા ફારૂક પટેલ, રહે. ખરોડ અને નરેશ ઉર્ફે હીરા રમેશ વસાવા, રહે. ખરોડની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ સોલિડ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ તેઓ ‘ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાંથી ભરીને લાવ્યા હતા. હાઇવા ટ્રકના માલિક ફયાઝ સગરે આ કેમિકલ વેસ્ટ પાનોલીની કંપનીમાંથી ભરાવી બાકરોલ બ્રિજ પાસેના સર્વિસ રોડ નજીક ખાડામાં ઠાલવવાની સૂચના આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને જાણ કરી હતી. GPCB અધિકારી એલ.વી. બ્રહ્મભટ્ટની હાજરીમાં ટ્રક તેમજ કંપનીમાંથી કેમિકલ મટીરીયલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ વધુ તપાસ માટે GPCB અને FSLમાં મોકલવામાં આવ્યા છે.

ડ્રાઇવરોની પૂછપરછના આધારે પોલીસે ચિદાકાશ એન્વાયરો કંપની ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કંપનીના કર્મચારી નીતિન અમૃતલાલ પાનસુરીયાની પૂછપરછ કરી કંપનીમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.20 લાખની કિંમતની બે હાઇવા ટ્રક અને રૂ.20 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.20.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે અંકલેશ્વર પાનોલી GIDC પોલીસ મથકે બંને ટ્રક ચાલકો, ટ્રક માલિક ફયાઝ સગર, કંપનીના માલિક તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમિકલ વેસ્ટનો ચોક્કસ પ્રકાર અને તેનાથી પર્યાવરણને કેટલું નુકસાન થયું છે તે અંગે GPCB અને FSLના સેમ્પલ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]