હાંસોટ પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણી: આવતીકાલે 2 બેઠકો માટે મતદાન, 14 બેઠક પર ઇશ્વરસિંહ પટેલની પેનલ બિનહરીફ

Pandavai Sugar Factory Election: હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે પાંડુકેશ્વર વિદ્યાલય ખાતે 2 બેઠકો માટે...
Rupin Bakraniya
Rupin Bakraniya
Pandavai Sugar Factory ElectionPandavai Sugar Factory Election

Pandavai Sugar Factory Election

Pandavai Sugar Factory Election: હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે પાંડુકેશ્વર વિદ્યાલય ખાતે 2 બેઠકો માટે મતદાન યોજાશે. પંડવાઈ સુગર ફેક્ટરીની કુલ 16 બેઠકોમાંથી રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો 14 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી કદરામા ઝોનની બેઠક અને અનુસૂચિત જાતિની બેઠક એમ કુલ 2 બેઠકો માટે 4 ઉમેદવારો મેદાનમાં છે.

આ બંને બેઠકોના પરિણામનો નિર્ણય આશરે 6,500 મતદારો કરશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રના આશરે 70 કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે DySP સહિત 50થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મતદાન અને સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.