હાંસોટના દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ શ્રી દત્તમાલા મંત્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કિલો ઘીની આહુતિ અપાઈ

Hansom Dattashray Ashram Dattamala Mantra Anushthan: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય આશ્રમ ખાતે વૈદિક પરંપરા અને ભક્તિભાવ સાથે 1.25 લાખ શ્રી દત્તમાલા મંત્ર અનુષ્ઠાનની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
Hansom Dattashray Ashram Dattamala Mantra AnushthanHansom Dattashray Ashram Dattamala Mantra Anushthan

Hansom Dattashray Ashram Dattamala Mantra Anushthan

Hansom Dattashray Ashram Dattamala Mantra Anushthan: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામ સ્થિત દત્તાશ્રય આશ્રમ ખાતે વૈદિક પરંપરા અને ભક્તિભાવ સાથે 1.25 લાખ શ્રી દત્તમાલા મંત્ર અનુષ્ઠાનની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને માનવ કલ્યાણના સંકલ્પ સાથે યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનથી સમગ્ર આશ્રમ પરિસર વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું.

અનુષ્ઠાન દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આશ્રમ ખાતે 15 જેટલા વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. મહાયજ્ઞ દરમિયાન 600 કિલોથી વધુ શુદ્ધ ઘીની આહુતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત અનુષ્ઠાન દરમિયાન દરરોજ વિશેષ રુદ્રાભિષેક અને યજુર્વેદના પાઠનું આયોજન કરવામાં આવતું હતું. જેના કારણે સમગ્ર આશ્રમ પરિસરમાં આધ્યાત્મિક અને દિવ્ય માહોલ છવાયો હતો.

પૂર્ણાહુતિ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાએ શ્રી દત્ત ભગવાનના ચરણોમાં શીશ નમાવી વિશ્વશાંતિ, સુખ અને સદભાવના માટે પ્રાર્થના કરી હતી. આ સાથે નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી કુદરતી હોનારતમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોની આત્માની શાંતિ અને મોક્ષ માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તો સનાતન ધર્મના માર્ગે ચાલે અને સત્ય તથા સદાચારને જીવનમાં અપનાવે તે માટે દત્ત ભગવાન પાસે આશીર્વાદ મંગાવવામાં આવ્યા હતા.