Doodhdhara Dairyની વાર્ષિક સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત, ભેંસના દૂધના કિલો ફેટે ₹60 અને ગાયના ₹50નો વધારો



Doodhdhara Dairy Milk Price Hike
Doodhdhara Dairyની વાર્ષિક સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત, ભેંસના દૂધના કિલો ફેટે ₹60 અને ગાયના ₹50નો વધારો



Doodhdhara Dairy Milk Price Hike
Doodhdhara Dairy Milk Price Hike: ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત દૂધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં સભાસદોની માંગને ધ્યાને લઈ દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. નવા નિર્ણય મુજબ ભેંસના દૂધના કિલો ફેટના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો કિલો ફેટનો ભાવ હવે ₹900 રહેશે. જ્યારે ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં ₹50નો વધારો કરી તેને ₹885 કરવામાં આવ્યો છે.

મુંબઈ પ્લાન્ટના વિસ્તરણને મંજૂરી
વાર્ષિક સાધારણ સભામાં મુંબઈ સ્થિત દૂધધારા ડેરીના પ્લાન્ટના વિસ્તરણને પણ મંજૂરી આપવામાં આવી છે. દહીં અને પનીરના ઉત્પાદનની ક્ષમતા વધારવાના હેતુથી પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત સભાસદોને બોનસની જાહેરાત પણ કરવામાં આવી હતી. સાથે જ દૂધનું ઉત્પાદન વધારવા અને વધુમાં વધુ દૂધ ડેરીમાં જમા કરાવવા માટે પશુપાલકોને અપીલ કરવામાં આવી હતી.

‘ભારત સુગર’ બ્રાન્ડ હેઠળ ખાંડનું વેચાણ
સભામાં અમૂલ ફેડરેશન અને નર્મદા સુગર ફેક્ટરીના સહયોગથી ‘ભારત સુગર’ બ્રાન્ડ હેઠળ ખાંડનું વેચાણ કરવાનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો. નર્મદા સુગરની ખાંડનું 1 કિલો અને 5 કિલોના પેકિંગમાં માર્કેટિંગ કરવામાં આવશે. નાગરિકોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખાંડ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સંબંધિત સંસ્થાઓ વચ્ચે કરાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
યુવાનોને તક આપવા નવી કેડર ઉભી કરાશે
સભામાં નવી કેડર ઉભી કરી યુવાનોને તક આપવા અંગે પણ સંકેત આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ડેરી કમ્પાઉન્ડમાં એક મહિના સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડિરેક્ટર પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ યોજાનારા આ કેમ્પમાં ડેરીના સભાસદોને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





