Get News Alerts

Never miss breaking news updates.

Bharuch : અંકલેશ્વરના ખાલપીયા સીમમાં દારૂની મોટી ખેપ ઝડપાઈ, 23,460 બોટલ સાથે એક આરોપી ઝડપાયો

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 05:57 PM IST
Bharuch : અંકલેશ્વરના ખાલપીયા સીમમાં દારૂની મોટી ખેપ ઝડપાઈ, 23,460 બોટલ સાથે એક આરોપી ઝડપાયોBharuch : અંકલેશ્વરના ખાલપીયા સીમમાં દારૂની મોટી ખેપ ઝડપાઈ, 23,460 બોટલ સાથે એક આરોપી ઝડપાયો

Bharuch

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાલપીયા ગામની સીમમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ અને બીયરની 23,460 બોટલો મળી આવી

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એસ. રાજપૂતની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કુલ 958 પેટીમાંથી દારૂ અને બીયરની 23,460 બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂના જથ્થાની કિંમત રૂ. 1,43,84,200 આંકી છે. દારૂના જથ્થા ઉપરાંત એક વાહન અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, પોલીસ દ્વારા કુલ રૂ. 1,74,09,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કર્ણાટકના ધારવાડ જિલ્લાના હુબલીના રહેવાસી અનવરશા મહમંદ હનિફ બેલગાવકરની ધરપકડ કરવામાં આવી છે.

પાંચ આરોપીઓની સંડોવણી સામે આવી

પોલીસ તપાસમાં હરિયાણાથી દારૂનો જથ્થો મોકલનાર 'શેઠ', હુબલીના સિકંદર શેખ, દારૂનો જથ્થો મગાવનાર તેમજ ટ્રક માલિક સહિત અન્ય પાંચ આરોપીઓની સંડોવણી સામે આવી છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે પકડાયેલા એક આરોપી અને વોન્ટેડ પાંચ આરોપીઓ મળી કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર દારૂ હેરાફેરીના નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Aravalli : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી વિકરાળ આગ, ડ્રાઈવરનું થયું મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.