Bharuchમાં વિકાસ સેવા જ્યોતિ યાત્રા થકી સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ



Bharuch Vikas Seva Jyoti Yatra
Bharuchમાં વિકાસ સેવા જ્યોતિ યાત્રા થકી સેવાભાવ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ



Bharuch Vikas Seva Jyoti Yatra
Bharuch Vikas Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સેવા જ્યોતિ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. કાર્યક્રમમાં ભરૂચ, અંકલેશ્વર-હાંસોટ, ઝઘડિયા, જંબુસર અને વાગરા વિધાનસભાના નાગરિકો, કાર્યકરો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા દેશવાસીઓને એકજૂથ થવાની અપીલ કરી હતી. તેમણે ‘વી વિલ ડુ ઈટ’નો નારો આપી સામૂહિક પ્રયાસો માટે હાકલ કરી હતી. પ્રભારીમંત્રી પાનશેરીયાએ સેવા, સુશાસન અને સમર્પણને રાષ્ટ્રનિર્માણનું સાધન ગણાવી વિકસિત ભારતના નિર્માણમાં નાગરિકોના સહિયારા યોગદાન પર ભાર મૂક્યો હતો.
‘સેવાના રંગ, રાષ્ટ્રના રંગ’ અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સામૂહિક રંગોળીમાં પ્રથમ ક્રમે રૂ.15 હજાર, દ્વિતીય ક્રમે રૂ.10 હજાર તથા વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ ક્રમે રૂ.5 હજાર અને દ્વિતીય ક્રમે રૂ.3 હજારનું પ્રોત્સાહક ઇનામ અપાયું હતું. ઉપસ્થિતોને વિકસિત ભારત@2047ની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
ત્યારબાદ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી મશાલ સાથે સેવા જ્યોતિ યાત્રાને લીલી ઝંડી અપાઈ હતી. ઝઘડિયા-અંકલેશ્વર રૂટ રિધમ પાર્ટી પ્લોટ, જંબુસર-વાગરા રૂટ મંગલમ પાર્ટી પ્લોટ અને ભરૂચ વિધાનસભાનો રૂટ જે.પી. કોલેજ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારો વચ્ચે નીકળેલી યાત્રામાં નાગરિકો, યુવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ પ્રસંગે દૂધધારા ડેરી ખાતેના રક્તદાન કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





