Ahmedabad Diwali Shopping: દિવાળીની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડ, મોંઘવારીથી વેપારીઓમાં નિરાશા

Ahmedabad Diwali Shopping: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 03:17 PM IST
Ahmedabad Diwali Shopping: દિવાળીની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડ, મોંઘવારીથી વેપારીઓમાં નિરાશાAhmedabad Diwali Shopping: દિવાળીની ખરીદી માટે અમદાવાદના બજારોમાં ભીડ, મોંઘવારીથી વેપારીઓમાં નિરાશા

Ahmedabad Diwali Shopping

Ahmedabad Diwali Shopping: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દિવાળીની તૈયારીઓને લઈને શહેરના વિવિધ બજારોમાં સવારથી મોડી સાંજ સુધી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને કપડાં, ફૂટવેર, ઘરવખરી અને અન્ય તહેવારલક્ષી વસ્તુઓની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટી રહ્યા છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પણ પોતાની દુકાનોમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનો સ્ટોક તૈયાર કર્યો છે.

વેપાર ન થવાની નિરાશા જોવા મળી

જોકે, બજારોમાં ગ્રાહકોની સારી અવરજવર હોવા છતાં મોંઘવારીની અસર વેપાર પર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે ગ્રાહકો ખરીદી કરતી વખતે બજેટનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. અગાઉની સરખામણીએ લોકો જરૂરી વસ્તુઓની જ ખરીદી કરતા હોવાથી વેપારીઓમાં અપેક્ષા મુજબનો વેપાર ન થવાની નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ, શહેરના નાના લારી-ગલ્લા અને રેકડી ધારકોએ દબાણ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે ટ્રાફિકની સમસ્યાને લઈને દબાણ વિભાગ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે.

નાના ધંધાર્થીઓની ચિંતા વધી

તહેવારના સમયે રોજગારીની સારી તક હોવા છતાં વારંવારની કાર્યવાહીથી તેમના ધંધા પર અસર થઈ રહી છે. આ દરમિયાન યુવા ગ્રાહકોમાં ઓનલાઈન ખરીદીની સરખામણીએ ઓફલાઈન શોપિંગનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. યુવાનોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને કપડાં ખરીદતી વખતે તેની ગુણવત્તા, મટિરિયલ, કલર અને ફિટિંગ રૂબરૂ તપાસી શકાય છે. ઓનલાઈન ખરીદીમાં આ સંતોષ મળતો નથી. આમ, અમદાવાદના બજારોમાં દિવાળીની ખરીદીને લઈને રોનક જોવા મળી રહી છે, પરંતુ મોંઘવારી અને દબાણની સમસ્યાએ વેપારીઓ તથા નાના ધંધાર્થીઓની ચિંતા વધારી છે.

આ પણ વાંચો: Surat News: પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં ચોપડા ખરીદીનો માહોલ, બજારોમાં વેપારીઓની ભીડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.