Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર સામે કલેક્ટરને રજુઆત

Bharuch Mobile Tower Complaint: ભરૂચના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહીશોએ રહેણાંક વિસ્તારમાં તથા 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી સામે જિલ્લા...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 02:58 PM IST
ભરૂચમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર સામે કલેક્ટરને રજુઆતભરૂચમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર સામે કલેક્ટરને રજુઆત

Bharuch Mobile Tower Complaint

Bharuch Mobile Tower Complaint: ભરૂચના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહીશોએ રહેણાંક વિસ્તારમાં તથા 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી સામે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. રહીશોના આક્ષેપ મુજબ, મહેશભાઈ છોટુભાઈ પટેલના પ્લોટ નં.1, પુષ્પમ બંગ્લોઝ અને રચના નગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી (NA/NOC) વિના મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટાવર રહેણાંક વિસ્તારની વચ્ચે ઉભો કરવામાં આવી રહ્યો છે અને તેની નજીકથી 132 KVની હાઈટેન્શન વીજ લાઈન પસાર થાય છે. જેના પગલે રહીશોએ સુરક્ષા અને સંભવિત જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રહીશોએ કલેક્ટર સમક્ષ તાત્કાલિક તપાસના આદેશ આપવા, મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો ટાવર હટાવવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]