Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરાનો ભવ્ય ઉત્સવ, મેઘરાજાની શાહી સવારીમાં ઉમટ્યું માનવ મહેરામણ

Bharuch Meghraj Festival: ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 250 વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતા છડી અને મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મેઘરાજાની ભાવભીની શાહી સવારી નગરમાં નીકળતા મોટી...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 08:55 PM IST
ભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરાનો ભવ્ય ઉત્સવ, મેઘરાજાની શાહી સવારીમાં ઉમટ્યું માનવ મહેરામણભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરાનો ભવ્ય ઉત્સવ, મેઘરાજાની શાહી સવારીમાં ઉમટ્યું માનવ મહેરામણ

Bharuch Meghraj Festival: ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 250 વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતા છડી અને મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મેઘરાજાની ભાવભીની શાહી સવારી નગરમાં નીકળતા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

ચાર દિવસ સુધી મેઘરાજાની પૂજા-અર્ચના

ભરૂચ શહેરમાં સદીઓથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દશમ સુધી મેઘરાજાની માટીની કલાત્મક અને આકર્ષક પ્રતિમા બનાવીને મેઘરાજા તથા છડી ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ વદ સાતમના દિવસે મોટા ભોઈવાડ ખાતે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી ભક્તિભાવપૂર્વક મેઘરાજાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

મેઘરાજાની શાહી સવારીમાં ઉમટ્યું માનવ મહેરામણ

ચાર દિવસ સુધી મેઘરાજાને બિરાજમાન કર્યા બાદ બુધવારે સાંજે તેમની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. મોટા ભોઈવાડના સોનેરી મહેલથી મેઘરાજાની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો જોડાયા હતા. મેઘરાજાના દર્શન કરી ભક્તોએ કૃપાદૃષ્ટિ મેળવવાની આસ્થા સાથે ઉત્સવ અને મેળાની મોજ માણી હતી.

250 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

ભરૂચની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ સમાન આ ઉત્સવમાં ભોઈ સમાજની 250 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળે છે. મેઘરાજાની શાહી સવારી અને મેળાને લઈને સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]