ભરૂચના કોઠી વાલ્મિકી વાસમાં શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર ‘સોયલા’ ભજન કાર્યક્રમ, ભક્તિરસમાં લીન થયા શ્રદ્ધાળુઓ


Ghogharao Maharaj Soyla Bhajan Program
ભરૂચના કોઠી વાલ્મિકી વાસમાં શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર ‘સોયલા’ ભજન કાર્યક્રમ, ભક્તિરસમાં લીન થયા શ્રદ્ધાળુઓ


Ghogharao Maharaj Soyla Bhajan Program
Ghogharao Maharaj Soyla Bhajan Program: ભરૂચના કોઠી વાલ્મિકી વાસ ખાતે ધર્મેશ સોલંકી તથા વાલ્મિકી વાસના રહીશો દ્વારા શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર આધારિત ‘સોયલા’ ભજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરતના જાણીતા ગાયક રાજા સૂફી, પીગ્નેશ સુરતી અને તેમની ટીમે રાસ-ભજન તથા સૂફી ગાયકીની પ્રસ્તુતિ કરી હતી. ભક્તિમય સૂરોથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું અને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી ભક્તિમાં લીન રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના પૂજારી જયકુમાર, નગરસેવક ગણેશ કાયસ્થ, ચિરાગ મહારાજ, વોર્ડ નંબર-3ના કાઉન્સિલર વિજય મકવાણા તેમજ ભરૂચ શહેર ભાજપ માયનોરિટી સેલના નવનિયુક્ત મહામંત્રી સાજીદ શેખ (નવાબ) સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો તથા સ્થાનિક રહીશોએ મહેનત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.




