Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચમાં ગણેશજીની આગમન શોભાયાત્રામાં ભવ્ય ડ્રોન શો, આકાશી નજારાએ મોહ્યા લોકો

Bharuch Ganesh Shobhayatra: ગણેશ મહોત્સવને લઈને ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટે મંડપ, શણગાર અને અન્ય તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે....
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 06:24 PM IST
ભરૂચમાં ગણેશજીની આગમન શોભાયાત્રામાં ભવ્ય ડ્રોન શો, આકાશી નજારાએ મોહ્યા લોકોભરૂચમાં ગણેશજીની આગમન શોભાયાત્રામાં ભવ્ય ડ્રોન શો, આકાશી નજારાએ મોહ્યા લોકો

Bharuch Ganesh Shobhayatra

Bharuch Ganesh Shobhayatra: ગણેશ મહોત્સવને લઈને ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટે મંડપ, શણગાર અને અન્ય તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાના ભવ્ય આગમનની શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અંબિકાનગર યંગસ્ટર ગ્રુપની ભવ્ય શોભાયાત્રા

ગત રાત્રે ભરૂચ શહેરના અંબિકાનગર યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. નાસિકના ઢોલના તાલ અને ડીજેના સંગીત સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ યોજાયેલા ફાયર શોએ પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાને પગલે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ છવાઈ ગયો હતો.

ભરૂચમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન

આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ શક્તિનાથ વિસ્તારમાં યોજાયેલો વિશેષ ડ્રોન શો રહ્યો હતો. આયોજકો દ્વારા ભરૂચ શહેરમાં પ્રથમ વખત આ પ્રકારના ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં મોટી સંખ્યામાં ડ્રોન દ્વારા વિવિધ આકૃતિઓ અને આકર્ષક દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આકાશમાં રચાતી આ અદભૂત આકૃતિઓ જોઈને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.

ડ્રોન શો નિહાળવા રસ્તાઓ પર ઉમટ્યા લોકો

ડ્રોન શો જોવા માટે મોટી સંખ્યામાં ભરૂચવાસીઓ રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. આકાશમાં એકસાથે ડ્રોન દ્વારા રચાતા વિવિધ નજારા જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંબિકાનગર યંગસ્ટર ગ્રુપના આ અનોખા આયોજનથી ગણેશજીના આગમનનો ઉત્સાહ વધુ બેવડાયો હતો અને શહેરમાં ગણેશ મહોત્સવની શરૂઆતનો માહોલ વધુ રંગીન બની ગયો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]