અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રા, ‘દ્રૌપદી ચીરહરણ’નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર


Ankleshwar Janmashtami Rath Yatra
અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રા, ‘દ્રૌપદી ચીરહરણ’નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર


Ankleshwar Janmashtami Rath Yatra
Ankleshwar Janmashtami Rath Yatra: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની સમગ્ર પંથકમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 વર્ષથી યોજાતી આ પરંપરાગત રથયાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

GIDC સ્થિત સરદાર ભવન ખાતેથી સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

રથયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત રજૂ કરાયેલ મહાભારતના ‘દ્રૌપદી ચીરહરણ’ના દૃશ્ય દર્શાવતો ટેબ્લો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે ગંગાદાસ બાપુ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી નાથુભાઈ દોરીક, રમેશ સવાણી, ભાજપ પ્રમુખ જય તેરૈયા તેમજ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના હિંમત સેલડીયા અને દેવેન્દ્ર સાવલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર અંકલેશ્વરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.




