Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરમાં કૃત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન, 3 જળકુંડમાં કરાઈ વ્યવસ્થા

Ankleshwar Ganesh Visarjan: અંકલેશ્વર: ગણેશ મહોત્સવના સમાપન નિમિત્તે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 08:59 PM IST
અંકલેશ્વરમાં કૃત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન, 3 જળકુંડમાં કરાઈ વ્યવસ્થાઅંકલેશ્વરમાં કૃત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન, 3 જળકુંડમાં કરાઈ વ્યવસ્થા

Ankleshwar Ganesh Visarjan

Ankleshwar Ganesh Visarjan: અંકલેશ્વર: ગણેશ મહોત્સવના સમાપન નિમિત્તે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

11 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી બાદ અનંત ચૌદશના દિવસે ભક્તોએ ભગવાન શ્રીગણેશને ભાવભીની વિદાય આપી હતી. અંકલેશ્વર શહેર, જીઆઈડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિસર્જનના દિવસે શહેરના રાજમાર્ગો પર ગણેશ પ્રતિમાઓ સાથે વિસર્જન યાત્રાઓ નીકળી હતી. ઢોલ-નગારાના નાદ અને ગુલાલની છોળો વચ્ચે ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે વિઘ્નહર્તાને વિદાય આપી હતી.

ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરમાં 2 કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બંને જળકુંડમાં શહેર વિસ્તારમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

બીજી તરફ, અંકલેશ્વર GIDC વિસ્તારમાં ESIC હોસ્પિટલ નજીક 1 કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યું હતું. આ જળકુંડમાં GIDC વિસ્તારમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ, અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં કુલ 3 કૃત્રિમ જળકુંડમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃત્રિમ કુંડમાં વિસર્જનની વ્યવસ્થાથી સુરક્ષા અને વ્યવસ્થાપન જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]