Get News Alerts

Never miss breaking news updates.

Ankleshwarમાં ‘હિલ સ્ટેશન’ જેવો માહોલઃ ગાઢ ધુમ્મસથી છવાયું શહેર, 10થી 15 ફૂટ જ વિઝિબિલિટી

Ankleshwar Fog Weather: ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે અંકલેશ્વરના વાતાવરણમાં ગુરુવારે વહેલી સવારે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયા...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 02:18 PM IST
Ankleshwarમાં ‘હિલ સ્ટેશન’ જેવો માહોલઃ ગાઢ ધુમ્મસથી છવાયું શહેર, 10થી 15 ફૂટ જ વિઝિબિલિટીAnkleshwarમાં ‘હિલ સ્ટેશન’ જેવો માહોલઃ ગાઢ ધુમ્મસથી છવાયું શહેર, 10થી 15 ફૂટ જ વિઝિબિલિટી

Ankleshwar Fog Weather

Ankleshwar Fog Weather: ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે અંકલેશ્વરના વાતાવરણમાં ગુરુવારે વહેલી સવારે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયા હતા. ગાઢ ધુમ્મસના કારણે અંકલેશ્વરમાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.

મુખ્ય માર્ગો પર 10થી 15 ફૂટ સુધી જ દ્રશ્યતા

વહેલી સવારે અંકલેશ્વરના મુખ્ય માર્ગો, જીઆઈડીસી વિસ્તાર તેમજ અંકલેશ્વર-હાંસોટ રોડ પર ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વાહનચાલકોને માત્ર 10થી 15 ફૂટ જેટલા અંતર સુધી જ દ્રશ્યતા મળી રહી હતી. વિઝિબિલિટી ઘટી જતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સામેથી આવતાં વાહનો જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને અંકલેશ્વર-હાંસોટ રોડ પર રસ્તાના ખોદકામને કારણે ધુમ્મસ વચ્ચે અકસ્માતનો ભય પણ વધ્યો હતો. વાહનચાલકોએ સલામતી માટે વાહનોની ફૂલ હેડલાઇટ અને પાર્કિંગ લાઇટો ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું.

ધુમ્મસ સાથે ગુલાબી ઠંડકનો અહેસાસ

ગાઢ ધુમ્મસની સાથે વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતાં લોકોને શિયાળાની શરૂઆતનો અહેસાસ થયો હતો. ધુમ્મસ અને ઠંડકના કારણે સવારનો માહોલ ખુશનુમા બની ગયો હતો. મોર્નિંગ વોક માટે નીકળેલા સ્થાનિક લોકોએ પણ આ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો હતો. એક તરફ ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી, તો બીજી તરફ કુદરતી નજારાને કારણે શહેરમાં ‘હિલ સ્ટેશન’ જેવો માહોલ જોવા મળ્યો હતો.

‘ત્રિવિધ ઋતુ’નો અનુભવ

ચોમાસાની વિદાય, ઠંડકની શરૂઆત અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે અંકલેશ્વરના લોકોએ એકસાથે અલગ-અલગ ઋતુનો અનુભવ કર્યો હોય તેવી લાગણી અનુભવી હતી. વહેલી સવારના ધુમ્મસે શહેરના વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]