Get News Alerts

Never miss breaking news updates.

Ankleshwarમાં 16 વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મોત, હસ્તી તળાવ પાસે ઝાડ પર લટકતી લાશ મળી

Ankleshwar: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે આવેલા કબ્રસ્તાનની દીવાલ નજીક 16 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 10 Oct 2026 12:10 PM IST
Ankleshwarમાં 16 વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મોત, હસ્તી તળાવ પાસે ઝાડ પર લટકતી લાશ મળીAnkleshwarમાં 16 વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મોત, હસ્તી તળાવ પાસે ઝાડ પર લટકતી લાશ મળી

Ankleshwar

Ankleshwar: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે આવેલા કબ્રસ્તાનની દીવાલ નજીક 16 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે કિશોરનો મૃતદેહ ઝાડ સાથે દોરડું બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઇમરજન્સી સેવા 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આધારકાર્ડથી કિશોરની ઓળખ થઈ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ શિવા ભ્રમાનંદ કુશવાહ તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લાના નેકપૂરનો વતની હતો અને હાલ અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક તક્ષશિલા વિદ્યાલય સામે રહેતો હતો.

આ ઘટનાની જાણ મૃતકના સંબંધી અભિયેશ રામવિલાસ બદલે કુશવાહે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કરી હતી. જાણના આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ખિસ્સામાંથી પરિવારજનો અને મિત્રોના સંપર્ક નંબર મળ્યા

પોલીસને કિશોરના ખિસ્સામાંથી તેના ભાઈ, પરિવારજનો અને મિત્રોના હસ્તલિખિત સંપર્ક નંબર પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિગતોને ધ્યાનમાં રાખીને પોલીસ પરિવારજનો અને મિત્રોનો સંપર્ક કરી રહી છે, જેથી કિશોરના જીવન સાથે જોડાયેલી પરિસ્થિતિઓ અંગે વધુ માહિતી મેળવી શકાય.

મોત પાછળનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

16 વર્ષીય કિશોરે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને પરિવારજનો તથા મિત્રોનાં નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં સામે આવતી વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ આ ઘટનાને લઈને મોતનું ચોક્કસ કારણ અકબંધ છે અને પોલીસ તમામ સંભવિત પાસાંની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Karnali Kuber Bhandari મંદિરે ભક્તોનું ઘોડાપૂર! દર્શન માટે 5 કલાક લાંબી કતારો, અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.