Get News Alerts

Never miss breaking news updates.

Amod નજીક હાઇવે-64 પર દુર્ગંધયુક્ત પ્રવાહીનું લીકેજ, વાહન કસ્ટડીમાં; હવે GPCBના રિપોર્ટની રાહ

Amod Hazardous Waste Leakage: આમોદ નજીક નેશનલ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કરતું હોવાનું જણાવાતા એક વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા ચકચાર મચી છે. GJ-16-AW-5979 નંબરના વાહનમાંથી પ્રવાહી લીકેજ થતાં હાઇવે...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 04:46 PM IST
Amod નજીક હાઇવે-64 પર દુર્ગંધયુક્ત પ્રવાહીનું લીકેજ, વાહન કસ્ટડીમાં; હવે GPCBના રિપોર્ટની રાહAmod નજીક હાઇવે-64 પર દુર્ગંધયુક્ત પ્રવાહીનું લીકેજ, વાહન કસ્ટડીમાં; હવે GPCBના રિપોર્ટની રાહ

Amod Hazardous Waste Leakage

Amod Hazardous Waste Leakage: આમોદ નજીક નેશનલ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન કરતું હોવાનું જણાવાતા એક વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા ચકચાર મચી છે. GJ-16-AW-5979 નંબરના વાહનમાંથી પ્રવાહી લીકેજ થતાં હાઇવે પર પસાર થતા લોકો અને વાહનચાલકોમાં અફરાતફરી જોવા મળી હતી.

રસ્તા પર ફેલાયેલા પ્રવાહીના કારણે કેટલાક રાહદારીઓ અને વાહનચાલકોને આંખ અને નાકમાં બળતરા જેવી તકલીફ અનુભવાઈ હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વાહનને કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ GPCBના અધિકારી કે.જી. મિસ્ત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીએ રસ્તા પર ઢોળાયેલા પ્રવાહીના સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

GPCBના રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા

GPCB અધિકારીના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ પ્રવાહીનું સાચું સ્વરૂપ સ્પષ્ટ થશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. એટલે હાલ રસ્તા પર ઢોળાયેલું પ્રવાહી ખરેખર હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ હતું કે અન્ય કોઈ પદાર્થ, તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

ઘટનાને પગલે હેઝાર્ડસ વેસ્ટના પરિવહનને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વાહનમાં કયો પદાર્થ હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેમજ તેના માટે જરૂરી પરમિટ, દસ્તાવેજો અને મંજૂરીઓ હતી કે નહીં તે અંગે હવે તપાસ મહત્વની બની છે. સાથે જ હાઇવે પર ઢોળાયેલો પ્રવાહી અને વાહનમાં રહેલો પદાર્થ એક જ છે કે નહીં તે પણ GPCBના લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

અગાઉ પણ આવી ઘટના બની હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ પણ આમોદ ડેપોથી શમા ચોકડી તરફના જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ લઈ જતા વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાયું હતું. ટૂંકા ગાળામાં આવી બીજી ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા હેઝાર્ડસ વેસ્ટ વહન કરતા વાહનોની સઘન ચકાસણી, દસ્તાવેજોની તપાસ અને નિયમોનો ભંગ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે GPCBના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આધારે હાઇવે પર ઢોળાયેલું પ્રવાહી આખરે શું હતું અને આગળ શું કાર્યવાહી થશે તે સ્પષ્ટ થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]