Bharuch News: જૂના બોરભાઠા બેટમાં APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 36 ટીમ વચ્ચે જામશે જંગ

Bharuch News: ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા બેટ ગામે લાભ પાંચમના પવિત્ર દિવસે આહીર સમાજ દ્વારા આયોજિત APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Bharuch ahir samaj apl-20 tournamentBharuch ahir samaj apl-20 tournament

Bharuch ahir samaj apl-20 tournament

Bharuch News: ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા બેટ ગામે લાભ પાંચમના પવિત્ર દિવસે આહીર સમાજ દ્વારા આયોજિત APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી 15 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાનાં વિવિધ ગામો અને શહેરોમાંથી આહીર સમાજની કુલ 36 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટને લઈને સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સમાજના યુવાનો વચ્ચે એકતા, ભાઈચારો અને પરસ્પર આત્મીયતા વધારવાનો હેતુ

આ ટુર્નામેન્ટનું આયોજન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના યુવાનો વચ્ચે એકતા, ભાઈચારો અને પરસ્પર આત્મીયતા વધારવાના હેતુથી કરવામાં આવ્યું છે. આહીર સમાજના યુવાનો એકબીજાના પરિચયમાં આવે, સામાજિક સંબંધો મજબૂત બને અને યુવાનો વ્યસનોથી દૂર રહી રમતગમત તરફ વળે તેવા ઉમદા આશય સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સમાજ દ્વારા અલગ-અલગ ગામોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જૂના બોરભાઠા બેટ ગામને આ આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.

સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહીર, જૂના બોરભાઠા બેટના સરપંચ પંકજભાઈ પટેલ અને ઉપસરપંચ દીપકભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધીરજભાઈ આહીર, ઈશ્વરભાઈ ખોડાભાઈ આહીર, બાલુભાઈ આહીર, નટુભાઈ આહીર, કેશવભાઈ આહીર અને કરસનભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. 15 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 36 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે. રમતગમતના માધ્યમથી સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી APL-20 ક્રિકેટ ટુર્નામેન્ટ આહીર સમાજ માટે એક મહત્વપૂર્ણ આયોજન બની રહી છે.

આ પણ વાંચો: Kutch Liquor Seizure: કચ્છમાં લીલા ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 14.69 લાખનો મુદ્દામાલ જપ્ત