Get News Alerts

Never miss breaking news updates.

Ambaji પગપાળા જતા અરવલ્લીની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

Aravalli Ambaji Accident Death: અંબાજી માતાનાં દર્શન માટે પગપાળા જઈ રહેલી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ખેરોજ નજીક કાર...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 03:00 PM IST
Ambaji પગપાળા જતા અરવલ્લીની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીAmbaji પગપાળા જતા અરવલ્લીની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

Aravalli Ambaji Accident Death

Aravalli Ambaji Accident Death: અંબાજી માતાનાં દર્શન માટે પગપાળા જઈ રહેલી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ખેરોજ નજીક કાર સાથે અકસ્માત સર્જાતાં ભુરીબેન પ્રવિણભાઈ ડામોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

ખેરોજ નજીક કાર સાથે અકસ્માત

મળતી માહિતી મુજબ, મેઘરજ તાલુકાના મુનશિવાડા ગામનાં રહેવાસી ભુરીબેન પ્રવિણભાઈ ડામોર અંબાજી માતાનાં દર્શન કરવા પગપાળા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ખેરોજ નજીક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભુરીબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

સારવાર દરમિયાન ભુરીબેને તોડ્યો દમ

અકસમાત બાદ ભુરીબેનની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. માત્ર 26 વર્ષની વયે ભુરીબેનનું અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

ભુરીબેનને એક દીકરી અને એક દીકરો છે. માતાના અકાળે અવસાનથી બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અંબાજી દર્શન માટે નીકળેલી મહિલાના મોતના સમાચારથી મુનશિવાડા ગામ સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]