Get News Alerts

Never miss breaking news updates.

Ambaji મેળામાં અનોખી સેવા: શુદ્ધ ઘીનો શીરો અને મસાલેદાર મગ સાથે ભક્તો માટે મેડિકલ-આરામની સુવિધા

Ambaji Mela Seva Camp: અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે દાંતા તાલુકાના વેલવાડા નજીક ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ પાટણ દ્વારા ભક્તો માટે અનોખો સેવા...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 02:29 PM IST
Ambaji મેળામાં અનોખી સેવા: શુદ્ધ ઘીનો શીરો અને મસાલેદાર મગ સાથે ભક્તો માટે મેડિકલ-આરામની સુવિધાAmbaji મેળામાં અનોખી સેવા: શુદ્ધ ઘીનો શીરો અને મસાલેદાર મગ સાથે ભક્તો માટે મેડિકલ-આરામની સુવિધા

Ambaji Mela Seva Camp

Ambaji Mela Seva Camp: અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે દાંતા તાલુકાના વેલવાડા નજીક ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ પાટણ દ્વારા ભક્તો માટે અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ભક્તોને શુદ્ધ ઘીનો શીરો અને મસાલેદાર મગ સાથે મેડિકલ સેવા તેમજ આરામની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

36 વર્ષથી ભક્તોની સેવા

આ સેવા કેમ્પ છેલ્લા 36 વર્ષથી ભક્તોની સેવા કરી રહ્યો છે. શરૂઆતમાં આ સેવા કેમ્પ ગોળા પાસે યોજાતો હતો. હવે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેલવાડા નજીક પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પગપાળા જતા ભક્તો માટે આ કેમ્પ રસ્તામાં આરામ અને ભોજનનું સ્થળ બની રહ્યો છે. ખાસ કરીને અહીં મળતો શુદ્ધ ઘીનો શીરો અને મસાલેદાર મગ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રોજના 10થી 15 હજાર ભક્તોને સેવા

આયોજકોના જણાવ્યા મુજબ, દરરોજ અંદાજે 10થી 15 હજાર ભક્તોને શીરો અને મગનો પ્રસાદ આપવામાં આવે છે. દૂર-દૂરથી આવતા ભક્તો અહીં રોકાઈને ભોજનનો લાભ લે છે અને થોડો સમય આરામ પણ કરે છે. સેવા કેમ્પમાં ભક્તોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રા કરીને આવતા ભક્તોને થાક કે અન્ય તકલીફ થાય ત્યારે આ સુવિધા ઉપયોગી બની રહી છે.

ભક્તોની સેવામાં આગામી વર્ષે વધુ મોટો કેમ્પ

છેલ્લા 36 વર્ષથી ચાલી આવતી આ સેવાપ્રવૃત્તિને આગળ વધારતા આગામી વર્ષે આના કરતાં પણ વધુ મોટો સેવા કેમ્પ યોજવાની તૈયારી હોવાનું આયોજકોએ જણાવ્યું છે. ભક્તોની સેવા અને સુવિધા માટે કેમ્પનો વ્યાપ વધારવાનો સંકલ્પ પણ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અંબાજી મેળામાં ધાર્મિક આસ્થાની સાથે સેવાભાવના આવા પ્રયાસો પણ ભક્તો માટે વિશેષ અનુભવ બની રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]