Get News Alerts

Never miss breaking news updates.

Ambaji ભાદરવી મેળાનો છઠ્ઠો દિવસઃ 5 દિવસમાં 34.50 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

Ambaji Bhadarvi Poonam Mela: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. મેળાના શરૂઆતના પાંચ દિવસમાં જ 34.50 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. આજે પણ ગુજરાત...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 02:41 PM IST
Ambaji ભાદરવી મેળાનો છઠ્ઠો દિવસઃ 5 દિવસમાં 34.50 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શનAmbaji ભાદરવી મેળાનો છઠ્ઠો દિવસઃ 5 દિવસમાં 34.50 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

Ambaji Bhadarvi Poonam Mela

Ambaji Bhadarvi Poonam Mela: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. મેળાના શરૂઆતના પાંચ દિવસમાં જ 34.50 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. આજે પણ ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનેક સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

અંબાજી તરફના માર્ગો પર ભક્તિમય માહોલ

ભાદરવી મેળાને લઈને અંબાજી તરફના તમામ માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સંઘો અને પગપાળા આવતા ભક્તોના કારણે માર્ગો પર સતત ચહલપહલ જોવા મળી રહી છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ ભક્તોના ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું છે. પગપાળા યાત્રા કરતા ભક્તો ભક્તિભાવ સાથે અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યા છે.

અંબાજી મંદિર રંગબેરંગી શણગારથી શોભી ઉઠ્યું

ભાદરવી મેળાના પાવન અવસરને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી શણગારથી સજાવવામાં આવ્યું છે. મંદિર પરિસર ઉપરાંત અંબાજી તરફના માર્ગો પર પણ વિવિધ પ્રકારના શણગાર અને રોશની જોવા મળી રહી છે. મેળામાં આવતા ભક્તો માટે અંબાજી ધામનો આ શણગાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આવતીકાલે ભાદરવી પૂનમ

ભાદરવી મેળાનો સૌથી મહત્વનો દિવસ આવતીકાલે ભાદરવી પૂનમના દિવસે રહેશે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચવાની સાથે મંદિરના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવશે. હાલ અંબાજી તરફ ભક્તોના સંઘોનો પ્રવાહ યથાવત્ છે અને સમગ્ર બનાસકાંઠામાં ભક્તિમય વાતાવરણ છવાયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]