Ambajiમાં આસ્થાનો રેકોર્ડસર્જક માહોલ, એક જ દિવસમાં 11.42 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન



Ambaji Bhadarvi Poonam Mela 2026
Ambajiમાં આસ્થાનો રેકોર્ડસર્જક માહોલ, એક જ દિવસમાં 11.42 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન



Ambaji Bhadarvi Poonam Mela 2026
Ambaji Bhadarvi Poonam Mela 2026: બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં આસ્થાનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. મહામેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજે એક જ દિવસમાં 11 લાખ 42 હજાર 129 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. જ્યારે મહામેળાના ચાર દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 27 લાખ 27 હજાર 512 માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું નોંધાયું છે.
એક જ દિવસમાં 9,827 ધજા અને 58 હજારથી વધુ સેવાઓ
ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક સેવા પણ કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં 9,827 ધજા ચઢાવવામાં આવી હતી. આ ઉપરાંત 58,450 ભક્તોની અન્ય સેવા નોંધાઈ છે. મહામેળામાં મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 1,55,327 મહાપ્રસાદ તેમજ 9,64,174 પ્રસાદી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરમાં આજે રૂ.32.41 લાખની આવક
ભક્તોની આસ્થા સાથે અંબાજી મંદિરની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે મંદિર ખાતે રૂ.32 લાખ 41 હજાર 569ની આવક નોંધાઈ છે.
ચાર દિવસમાં લાખો ભક્તોથી અંબાજી ધામ બન્યું ભક્તિમય
ભાદરવી પૂનમ મહામેળાના ચાર દિવસ દરમિયાન અંબાજી ધામમાં લાખો માઈભક્તો ઉમટ્યા છે. દર્શન ઉપરાંત પ્રસાદી, ધજા અને દાન સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓથી સમગ્ર અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મહામેળામાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે, ત્યારે આગામી દિવસોમાં પણ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ રહેવાની સંભાવના છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





