Get News Alerts

Never miss breaking news updates.

અંબાજીમાં ભક્તિનો મહાસાગર: ભાદરવી મહામેળાના ત્રીજા દિવસે માર્ગો પર ઉમટ્યું માનવ મહેરામણ

Ambaji Bhadarvi Mahamela 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. મહામેળાને પગલે અંબાજીના તમામ મુખ્ય માર્ગો પર ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દૂરદૂરના...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 02:00 PM IST
અંબાજીમાં ભક્તિનો મહાસાગર: ભાદરવી મહામેળાના ત્રીજા દિવસે માર્ગો પર ઉમટ્યું માનવ મહેરામણઅંબાજીમાં ભક્તિનો મહાસાગર: ભાદરવી મહામેળાના ત્રીજા દિવસે માર્ગો પર ઉમટ્યું માનવ મહેરામણ

Ambaji Bhadarvi Mahamela 2026

Ambaji Bhadarvi Mahamela 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. મહામેળાને પગલે અંબાજીના તમામ મુખ્ય માર્ગો પર ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દૂરદૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે.

અંબાજીમાં છલકાયો શ્રદ્ધાનો મહાસાગર

ભાદરવી મહામેળાને પગલે અંબાજી નગરમાં ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પગપાળા આવતા ભક્તોના સંઘો અને અન્ય માધ્યમોથી પહોંચેલા શ્રદ્ધાળુઓના કારણે અંબાજીના માર્ગો પર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. ભક્તોના મુખે સતત ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ સંભળાઈ રહ્યા છે. ભક્તોના જયઘોષથી સમગ્ર અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ ભક્તિના રંગે રંગાઈ ગઈ છે.

26 સપ્ટેમ્બર સુધી ચાલશે મહામેળો

અંબાજીમાં યોજાઈ રહેલો ભાદરવી મહામેળો 26 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતા છે. મહામેળાને લઈને તંત્ર દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

પોલીસ કર્મીઓ પણ ભક્તિમાં જોડાયા

અંબાજી મંદિર ખાતે બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પણ ભક્તિભાવમાં જોડાતા જોવા મળ્યા હતા. ફરજ દરમિયાન પોલીસ કર્મીઓએ ભક્તો સાથે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે માતાજીની ભક્તિ કરી હતી. પોલીસ કર્મીઓ દ્વારા એક તરફ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે તો બીજી તરફ ભક્તોની સેવા અને સહયોગમાં પણ તેઓ જોડાયેલા જોવા મળ્યા હતા. અંબાજીમાં મહામેળા દરમિયાન શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]