Get News Alerts

Never miss breaking news updates.

Arvalli : મોડાસામાં રખડતા ઢોરનો ત્રાસ, ગાયે પિતા-પુત્રી પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત

Arvalli ના મોડાસા નગરમાં રખડતા પશુઓનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શહેરના જૈન દેરાસર વિસ્તારમાં રખડતી ગાયે રસ્તા પર જઈ રહેલા પિતા-પુત્રી પર અચાનક હુમલો કર્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 09:52 AM IST
Arvalli : મોડાસામાં રખડતા ઢોરનો ત્રાસ, ગાયે પિતા-પુત્રી પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્તArvalli : મોડાસામાં રખડતા ઢોરનો ત્રાસ, ગાયે પિતા-પુત્રી પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત

Arvalli cow attack

Arvalli : આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને ચિંતા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, મોડાસાના જૈન દેરાસર વિસ્તારમાં પિતા અને પુત્રી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન રખડતી ગાયે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. ગાયના હુમલાથી બંને રસ્તા પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્રિત થયા હતા.

ગાયના હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત

શહેરમાં રખડતા પશુઓની સમસ્યા નવી નથી. અગાઉ પણ રખડતા પશુઓના કારણે લોકોને ઈજા થઈ હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થતું હોવાની સ્થાનિકોમાં ચિંતા છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓ અચાનક રસ્તા વચ્ચે આવી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કેટલીક વખત પશુઓ વચ્ચેની લડાઈને કારણે પણ રસ્તા પર અફરાતફરી સર્જાતી હોવાની ફરિયાદો કરવામાં આવે છે. હાલમાં જૈન દેરાસર વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ મોડાસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

મોડાસામાં રખડતા ઢોરનો પ્રશ્ન ગંભીર

સ્થાનિકોનું કહેવું છે કે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. રખડતા પશુઓને પકડીને યોગ્ય સ્થળે ખસેડવા, પશુપાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા અને શહેરના રસ્તાઓ પર પશુઓ ફરીથી ન આવે તે માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની માગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં રાહદારીઓની સુરક્ષા અને રખડતા પશુઓના પ્રશ્નને કેન્દ્રમાં લાવ્યો છે.

સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને સંબંધિત તંત્રને આ મામલે ગંભીરતાથી ધ્યાન આપી તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી રહી છે. મોડાસામાં રખડતા પશુઓનો વધતો ત્રાસ માત્ર અકસ્માત કે ઈજાનો મુદ્દો નથી, પરંતુ શહેરની જાહેર સુરક્ષા સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે.

આ પણ વાંચો : Surat Civil માં માનવતાનું મહાદાન, 100મું કેડેવર અંગદાન, 3 દર્દીને નવજીવન મળ્યું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.