Piyush Desai Demise : વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું નિધન, ચા ઉદ્યોગમાં દાયકાઓની સેવાથી ઊભી કરી આગવી ઓળખ


Piyush Desai Demise
Piyush Desai Demise : વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું નિધન, ચા ઉદ્યોગમાં દાયકાઓની સેવાથી ઊભી કરી આગવી ઓળખ


Piyush Desai Demise
Piyush Desai Demise : અમદાવાદ સ્થિત વાઘબકરી ટી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ચા ઉદ્યોગ અને ગુજરાતના વ્યાપારી જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તમને જણાવી દઈએ કે પિયૂષ દેસાઈ લાંબા સમયથી વાઘબકરી ગ્રુપના નેતૃત્વ સાથે જોડાયેલા હતા.
કોણ હતા પિયૂષ દેસાઈ?
પિયૂષ દેસાઈ વાઘબકરી ટી ગ્રુપના ચેરમેન તરીકે જાણીતા હતા. ચા ઉદ્યોગમાં તેમની ઓળખ માત્ર બિઝનેસમેન તરીકે નહીં, પરંતુ ચાની ગુણવત્તા અને ટેસ્ટિંગ ક્ષેત્રના નિષ્ણાત તરીકે પણ હતી. 2026માં નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન (NETA) દ્વારા તેમને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થા અને વાઘબકરી ગ્રુપે તેમને 6 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ‘ટી માસ્ટ્રો’ તરીકે વર્ણવ્યા હતા.
વાઘબકરી ગ્રુપ અનેક દેશોમાં ચા ઉત્પાદનો પહોંચાડે છે
પિયૂષ દેસાઈના નેતૃત્વ હેઠળ વાઘબકરીએ ગુણવત્તા અને ચા ટેસ્ટિંગ પર વિશેષ ભાર જાળવી રાખ્યો હતો. 2013માં Fortune India સાથેની વાતચીતમાં પણ તેમણે ગુણવત્તા અને નૈતિકતાના સમાધાન વિના વ્યવસાય કરવાના અભિગમ પર ભાર મૂક્યો હતો. વાઘબકરી ગ્રુપની સફર 1892થી શરૂ થઈ હોવાનું કંપની જણાવે છે અને આજે તે અનેક દેશોમાં ચા ઉત્પાદનો પહોંચાડે છે. પિયૂષ દેસાઈએ આ લાંબી પરંપરાને આધુનિક ચા ઉદ્યોગ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી વાઘબકરી પરિવાર, કર્મચારીઓ અને ભારતીય ચા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. તેમના લાંબા અનુભવ, ગુણવત્તાપ્રત્યેના અભિગમ અને ઉદ્યોગમાં આપેલા યોગદાનને કારણે તેમની કારકિર્દી લાંબા સમય સુધી યાદ રહેશે.





