Get News Alerts

Never miss breaking news updates.

Aravalli Police : નવરાત્રિને લઈ અરવલ્લી પોલીસ સજ્જ, 300થી વધુ ગરબા આયોજનો પર રહેશે બાજ નજર

Aravalli Police : નવરાત્રિના પર્વ દરમિયાન જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસે તૈયારીઓ હાથ ધરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Oct 2026 01:27 PM IST
Aravalli Police : નવરાત્રિને લઈ અરવલ્લી પોલીસ સજ્જ, 300થી વધુ ગરબા આયોજનો પર રહેશે બાજ નજરAravalli Police : નવરાત્રિને લઈ અરવલ્લી પોલીસ સજ્જ, 300થી વધુ ગરબા આયોજનો પર રહેશે બાજ નજર

Aravalli Police Navratri security

Aravalli Police : મોડાસા સહિત જિલ્લામાં યોજાનારા વિવિધ નવરાત્રિ મહોત્સવો અને ગરબા કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં 300થી વધુ નવરાત્રિ કાર્યક્રમોનું આયોજન થવાનું છે.

આ કાર્યક્રમો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભયતાથી નવરાત્રિની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોડાસામાં યોજાતા મોટા ગરબા મહોત્સવો પર પોલીસની વિશેષ નજર રહેશે.

મહત્ત્વનાં સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા જાળવવી જરૂરી

ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા CCTV કેમેરા સહિતની વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ પોલીસની અલગ-અલગ ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય સંચાલન થાય અને ગરબા સ્થળોની આસપાસ વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે ટ્રાફિક પોલીસ પણ કામગીરી કરશે. નવરાત્રિ દરમિયાન નશામાં વાહન ચલાવવાના બનાવોને અટકાવવા પોલીસ દ્વારા બ્રેથલાઇઝરથી ચકાસણી કરવાની તૈયારી કરવામાં આવી છે.

ગરબા સ્થળોએ અવરજવર દરમિયાન વાહનચાલકોની ચકાસણી કરવામાં આવશે. આ પગલાંનો હેતુ માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, સી ટીમની કામગીરી, રાત્રિ પેટ્રોલિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં બાજ નજર રાખવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ગરબા ગ્રાઉન્ડ અને અન્ય મહત્ત્વનાં સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે.

પોલીસની શી ટીમ ગ્રાઉન્ડમાં બજાવશે ફરજ

પોલીસ દ્વારા ગરબા આયોજકો સાથે બેઠક યોજીને શાંતિ અને સલામતી જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થાય, વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તે અંગે આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જિલ્લાના નાગરિકોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પોલીસની તૈયારીઓનો મુખ્ય ઉદ્દેશ લોકો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રિનો આનંદ માણી શકે અને સમગ્ર પર્વ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે છે. પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, નશામાં વાહન ન ચલાવવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Jamnagar News : જામજોધપુરમાં અકસ્માત બાદ દારૂની બોટલો લેવા દોડધામ, પોલીસે નોંધ્યા 3 ગુના

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે