Get News Alerts

Never miss breaking news updates.

મોડાસાના સાગરવાડામાં મકાન ધરાશાયી, રક્ષાબંધન કરવા આવેલા બેન-ભાણીયા સહિત 7 લોકોને ઈજા

Modasa House Collapse: રક્ષાબંધનના પર્વની ઉજવણી વચ્ચે મોડાસાના સાગરવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એકાએક કાચા મકાનનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે...
R Gajjar
R GajjarUpdated on: 28 Aug 2026 05:20 PM IST
મોડાસાના સાગરવાડામાં મકાન ધરાશાયી, રક્ષાબંધન કરવા આવેલા બેન-ભાણીયા સહિત 7 લોકોને ઈજામોડાસાના સાગરવાડામાં મકાન ધરાશાયી, રક્ષાબંધન કરવા આવેલા બેન-ભાણીયા સહિત 7 લોકોને ઈજા

Modasa House Collapse

Modasa House Collapse: રક્ષાબંધનના પર્વની ઉજવણી વચ્ચે મોડાસાના સાગરવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એકાએક કાચા મકાનનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ, સાગરવાડામાં હર્ષદભાઈ ભાવસારનું કાચું મકાન એકાએક ધરાશાયી થયું હતું. રક્ષાબંધન નિમિત્તે બેન-ભાણીયા સહિત પરિવારના સભ્યો ઘરે આવ્યા હતા.

ઉપરના મકાનમાં સૂતેલા ચાર લોકો નીચે પટકાયા

રાત્રિના આશરે 12:30 વાગ્યે ઉપરના મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. તે સમયે બેન-ભાણીયા સહિત ચાર વ્યક્તિઓ મકાનમાં સૂઈ રહ્યા હતા. સ્લેબ તૂટી પડતા ચારેય વ્યક્તિઓ સ્લેબ સાથે નીચે પટકાયા હતા, જેના કારણે તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

નીચેના મકાનમાં પણ ત્રણ લોકોને ઈજા

ઉપરના મકાનનો સ્લેબ તૂટી પડતાં નીચેના મકાનમાં રહેલા ત્રણ વ્યક્તિઓ પણ તેની અડફેટે આવ્યા હતા. ત્રણેયને પણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]