Aravalliમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! મોડાસા-માલપુર-મેઘરજમાં વરસાદ, સુકાતા પાકોને મળ્યું જીવતદાન



Aravalli
Aravalliમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! મોડાસા-માલપુર-મેઘરજમાં વરસાદ, સુકાતા પાકોને મળ્યું જીવતદાન



Aravalli
Aravalli: લાંબા સમયના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. મોડાસા, માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને માલપુરના ઉભરાણ પંથકમાં આશરે અડધો કલાક સુધી મુશળધાર વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરોમાં પાણી જોવા મળ્યું હતું. રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી વરસાદી ગતિવિધિ વધવાની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.
એક માસના વિરામ બાદ મોડાસામાં ધોધમાર વરસાદ
મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં લોકોમાં રાહત જોવા મળી હતી. એક માસથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મેઘરાજાની એન્ટ્રી રાહતરૂપ બની છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
માલપુરના ઉભરાણ પંથકમાં અડધો કલાક મુશળધાર વરસાદ
માલપુરના ઉભરાણ પંથકમાં લાંબા વિરામ બાદ અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. આશરે અડધો કલાક સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી.
મગફળી-સોયાબીન-મકાઈના પાકને જીવતદાન
લાંબા વિરામને કારણે મગફળી, સોયાબીન અને મકાઈ સહિતના પાક સુકાવાની સ્થિતિમાં હતા. આવા સમયે વરસાદ થતાં ખેતી પાકોને મોટો ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખાસ કરીને વરસાદની જરૂરિયાત ધરાવતા પાક માટે આ વરસાદ જીવતદાન સમાન બન્યો હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે.
વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
લાંબા સમયથી વરસાદ માટે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં મેઘરાજાની મહેરથી ખુશી જોવા મળી છે. વરસાદ ન પડતાં પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી હતી. હવે જિલ્લામાં વરસાદી માહોલ જામતાં ખેડૂતોને પાક બચવાની આશા બંધાઈ છે. હવામાન વિભાગે પણ 12 સપ્ટેમ્બરે અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી હતી.
આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા
ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી ગતિવિધિ વધવાની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 સપ્ટેમ્બરે પણ અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.






