Arvalli : બાયડમાં મામલતદાર કચેરી મુદ્દે રાજકારણ ગરમ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ CM ને લખ્યો પત્ર


Arvalli Bayad Mamlatdar Office
Arvalli : બાયડમાં મામલતદાર કચેરી મુદ્દે રાજકારણ ગરમ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ CM ને લખ્યો પત્ર


Arvalli Bayad Mamlatdar Office
Arvalli : બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સમગ્ર મામલે મુખ્યમંત્રીને પત્ર લખી મામલતદાર કચેરી હાલ જે જગ્યાએ આવેલી છે ત્યાં જ, એટલે કે નગરપાલિકા વિસ્તારમાં રાખવાની માગ કરી છે. મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં બાયડ શહેરમાં 21 ઓગસ્ટના રોજ બંધનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકો અને વિવિધ આગેવાનો દ્વારા કચેરી હાલની જગ્યાએ જ રાખવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો મામલતદાર કચેરી શહેરથી દૂર ખસેડવામાં આવશે તો ખેડૂતો, નાગરિકો અને સામાન્ય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
MLA ધવલસિંહ ઝાલાનો CMને પત્ર
મામલતદાર કચેરી સાથે અનેક પ્રકારની સરકારી કામગીરી અને સેવાઓ જોડાયેલી હોવાથી લોકો માટે તેની સરળ પહોંચ મહત્વપૂર્ણ હોવાનું સ્થાનિક આગેવાનોનું કહેવું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતો અને નાગરિકોને સરકારી કામ માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે.
આવી સ્થિતિમાં કચેરીનું સ્થળાંતર કરવામાં આવે તો મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધી શકે છે. આ મુદ્દે રસપ્રદ બાબત એ છે કે બાયડમાં મામલતદાર કચેરીના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ એકજૂટ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક માંગને લઈને બંને પક્ષના આગેવાનો દ્વારા કચેરી હાલની જગ્યાએ જ રાખવાની રજૂઆત કરવામાં આવી રહી છે.
બાયડમાં મામલતદાર કચેરીને લઈ ઘમાસાણ
બાયડ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહ સોંઢા અને અદેસિંહ ચૌહાણ સહિતના આગેવાનો દ્વારા પણ આ મુદ્દે કાર્યવાહી અને રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્થાનિક લોકોની રજૂઆતોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
તેમણે મુખ્યમંત્રી સમક્ષ મામલતદાર કચેરી હાલની જગ્યાએ જ રાખવા અંગે રજૂઆત કરી છે અને લોકોની સુવિધા તથા જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તેવી માગ કરી છે. હવે સમગ્ર મામલે સરકાર શું નિર્ણય લે છે તેના પર બાયડના લોકોની નજર છે. કચેરીનું સ્થળાંતર થશે કે પછી હાલની જગ્યાએ જ યથાવત રહેશે તે અંગે આગામી દિવસોમાં સ્પષ્ટતા થઈ શકે છે. હાલ મામલતદાર કચેરીનો મુદ્દો બાયડમાં સ્થાનિક રાજકારણ અને જનચર્ચાનું કેન્દ્ર બન્યો છે.




