ધનસુરાના બોરડીટીંબામાં વીજ કરંટ લાગતાં 32 વર્ષીય ખેડૂતનું મોત, ખેતરે જતી વખતે ટ્રેક્ટરને અડ્યો વીજ તાર



Aravalli Farmer Electrocution Death
ધનસુરાના બોરડીટીંબામાં વીજ કરંટ લાગતાં 32 વર્ષીય ખેડૂતનું મોત, ખેતરે જતી વખતે ટ્રેક્ટરને અડ્યો વીજ તાર



Aravalli Farmer Electrocution Death
Aravalli Farmer Electrocution Death: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બોરડીટીંબા ગામે વીજ કરંટ લાગતાં 32 વર્ષીય ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેતરમાં મગફળી કાઢવા માટે ટ્રેક્ટર સાથે જમ્બો થ્રેશર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, ખેડૂત જયકુમાર જગદીશભાઈ પટેલ ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટરને વીજ તાર અડતાં તેમાં કરંટ પ્રસરી ગયો હતો. વીજ કરંટ લાગતાં જયકુમાર પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનામાં તેમના જમણા હાથ અને પગના અંગૂઠાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




