Get News Alerts

Never miss breaking news updates.

સાવરકુંડલા રૂરલમાં દેશી બંદૂક સાથે 20 વર્ષીય શખ્સ ઝડપાયો, SOGએ ભુવા ગામ નજીકથી ઝડપી પાડ્યો

Savarkundla Rural Country Made Gun: અમરેલી SOG ટીમે સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરી દેશી હાથબનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભુવા ગામ નજીક સ્મશાન પાસે વાડી...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 06:11 PM IST
સાવરકુંડલા રૂરલમાં દેશી બંદૂક સાથે 20 વર્ષીય શખ્સ ઝડપાયો, SOGએ ભુવા ગામ નજીકથી ઝડપી પાડ્યોસાવરકુંડલા રૂરલમાં દેશી બંદૂક સાથે 20 વર્ષીય શખ્સ ઝડપાયો, SOGએ ભુવા ગામ નજીકથી ઝડપી પાડ્યો

Savarkundla Rural Country Made Gun

Savarkundla Rural Country Made Gun: અમરેલી SOG ટીમે સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરી દેશી હાથબનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભુવા ગામ નજીક સ્મશાન પાસે વાડી તરફ જવાના રસ્તા પરથી SOG ટીમે શખ્સને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, SOG ટીમને બાતમી મળી હતી કે ભુવા ગામ નજીક એક શખ્સ શંકાસ્પદ રીતે હથિયાર સાથે ફરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમે રેડ કરી હતી. દરમિયાન સ્મશાન પાસે વાડી તરફ જવાના રસ્તા પરથી ઈબાહિમ ઉર્ફે ડિગલો નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા શખ્સની ઉંમર 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી દેશી હાથબનાવટની જામગરી બંદૂક મળી આવતા SOG ટીમે અગ્નિશસ્ત્ર કબજે કર્યું હતું. આ મામલે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ હથિયારબંધીના જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પકડાયેલા આરોપીને સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]