સાવરકુંડલામાં 108 કાનુડાની વિરાટ શોભાયાત્રા, નાસિક ઢોલના તાલે કૃષ્ણપ્રેમી યુવાનો ઝૂમી ઉઠ્યા


Savarkundla 108 Kanuda Shobhayatra
સાવરકુંડલામાં 108 કાનુડાની વિરાટ શોભાયાત્રા, નાસિક ઢોલના તાલે કૃષ્ણપ્રેમી યુવાનો ઝૂમી ઉઠ્યા


Savarkundla 108 Kanuda Shobhayatra
Savarkundla 108 Kanuda Shobhayatra: સાવરકુંડલા શહેરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પરંપરાગત રીતે યોજાતી 108 કાનુડાની વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેસર રોડ પર આવેલા સનાતન આશ્રમથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા હવેલી ખાતે વિરામ લેશે.

શોભાયાત્રામાં રાજકીય અગ્રણીઓ, સાધુ-સંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાસિક ઢોલના તાલે કૃષ્ણપ્રેમી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. 108 કાનુડાની આ ભવ્ય શોભાયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શહેરીજનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. સમગ્ર સાવરકુંડલા શહેર કૃષ્ણમય માહોલમાં રંગાયું હતું.




