Ojas Rawal Lion Sighting : અમરેલીમાં સિંહણ અને સિંહબાળ નજીક સેલ્ફીનો વીડિયો ચર્ચામાં, અભિનેતા ઓજસ રાવલના વીડિયોથી વન વિભાગે શરૂ કરી તપાસ

Ojas Rawal Lion Sighting : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક ગુજરાતી અભિનેતા ઓજસ રાવલ દ્વારા કરવામાં આવેલા સિંહ દર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
Vivek Shah
Vivek Shah
Ojas Rawal Lion Sighting ઓજસ રાવલના સિંહ દર્શન વીડિયો વિવાદOjas Rawal Lion Sighting ઓજસ રાવલના સિંહ દર્શન વીડિયો વિવાદ

Ojas Rawal Lion Sighting ઓજસ રાવલના સિંહ દર્શન વીડિયો વિવાદ

Ojas Rawal Lion Sighting : અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિંહ દર્શનનો વીડિયો સ્ટોરીમાં મૂક્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સિંહણ અને સિંહબાળની નજીક જઈ સેલ્ફી લેવા તેમજ ફોરવ્હીલર ગાડીથી સિંહણનો પીછો કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતી અભિનેતા ઓજસ રાવલ કોવાયા ગામ નજીક સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સિંહણ અને તેના સિંહબાળ નજીક પહોંચીને સેલ્ફી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ફોરવ્હીલર ગાડી દ્વારા સિંહણનો પીછો કરવામાં આવ્યો હોવાની બાબત પણ ચર્ચામાં આવી છે.

સિંહબાળ સાથે સેલ્ફીનો વીડિયો ચર્ચામાં

અભિનેતા દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વીડિયોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને સિંહણ અને સિંહબાળ જેવા વન્યજીવોની નજીક આ રીતે પહોંચવું કેટલું યોગ્ય છે અને વન્યજીવ સુરક્ષાના નિયમોનું પાલન થયું છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

સિંહણ સાથે સિંહબાળની હાજરી હોય ત્યારે તેમની નજીક જવું કે વાહનથી તેમનો પીછો કરવો વન્યજીવોની સુરક્ષા માટે જોખમી બની શકે છે. આવી ઘટનાઓથી વન્યજીવોના કુદરતી વર્તનમાં ખલેલ પહોંચવાની શક્યતા પણ રહે છે. આથી કોવાયા ગામ નજીક બનેલી આ ઘટનાને લઈને વન્યજીવ પ્રેમીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે.

ફોરવ્હીલરથી સિંહણનો પીછો કર્યાનો આક્ષેપ

બીજી તરફ, સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલો વીડિયો ક્યારનો છે, ઘટનાસ્થળે કયા સંજોગોમાં સિંહ દર્શન કરવામાં આવ્યા હતા અને તે સમયે અભિનેતા સાથે અન્ય કઈ વ્યક્તિઓ હાજર હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા વીડિયોની વિગતો અને ઘટનાની હકીકત ચકાસવામાં આવી રહી છે.

જો તપાસમાં વન્યજીવ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવશે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી થઈ શકે છે. હાલમાં વન વિભાગની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. સિંહો અને અન્ય વન્યજીવોનું કુદરતી વાતાવરણ જળવાઈ રહે અને તેમની સુરક્ષા જોખમાય નહીં તે માટે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક શરૂ થતાં ખેડૂતોનો ધસારો