Amreli Fire News: જાફરાબાદમાં જૂના અને નવા પુલની સાઈડમાં કચરામાં આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

Amreli Fire News: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જૂના અને નવા પુલની સાઈડમાં એકઠા થયેલા કચરામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
Kunjan Shukla
Amreli Fire NewsAmreli Fire News

Amreli Fire News

Amreli Fire News: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જૂના અને નવા પુલની સાઈડમાં એકઠા થયેલા કચરામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કચરામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ નગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.

View post on Instagram

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આગની જાણ થતાં જ જાફરાબાદ નગરપાલિકાના પ્રતિનિધિ પ્રમુખ પ્રફુલ બારૈયા દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગનું પ્રમાણ ધ્યાનમાં રાખીને સિન્ટેક્સ સહિતની અન્ય ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. એકથી વધુ ફાયર ટીમો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કચરામાં લાગેલી આગને કારણે આગ વધુ ન ફેલાય તે માટે ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. લાંબા સમયની કામગીરી બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અફરાતફરીનો માહોલ સર્જાયો

બીજી તરફ, ઘટનાની જાણ થતાં PGVCL સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ વિભાગોની ટીમોએ પરિસ્થિતિ પર નજર રાખી હતી અને જરૂરી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને તેના કારણે થયેલા નુકસાન અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જાફરાબાદના જૂના અને નવા પુલની સાઈડમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Jamnagar News: 19 વર્ષથી ફરાર હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો, જામનગર LCBને મળી મોટી સફળતા