Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીના મોટા દેવળિયા ચેકડેમમાં ચાર યુવકો ડૂબ્યા, ચારેયના મોતથી અરેરાટી

Amreli Check Dam Drowning: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં ચાર યુવકો ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. નાહવા માટે ચેકડેમમાં ગયેલા ચાર યુવકો પાણીમાં ડૂબી...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 07:23 PM IST
અમરેલીના મોટા દેવળિયા ચેકડેમમાં ચાર યુવકો ડૂબ્યા, ચારેયના મોતથી અરેરાટીઅમરેલીના મોટા દેવળિયા ચેકડેમમાં ચાર યુવકો ડૂબ્યા, ચારેયના મોતથી અરેરાટી

Amreli Check Dam Drowning

Amreli Check Dam Drowning: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં ચાર યુવકો ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. નાહવા માટે ચેકડેમમાં ગયેલા ચાર યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં બે યુવકો મોટા દેવળિયાના સ્થાનિક રહેવાસી હતા, જ્યારે અન્ય બે યુવકો જેતપુર નજીકના નવાગઢ ગામના વતની હતા. નવાગઢથી બંને યુવકો પોતાના મામાના ઘરે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગણેશ વિસર્જન માટે ગયેલા લોકોએ ચેકડેમના કાંઠે માત્ર યુવકોના કપડાં પડેલા જોયા હતા. શંકા જતા સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. માહિતી મળતા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ચેકડેમ ખાતે પહોંચ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી ચેકડેમમાં ડૂબેલા ચારેય યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ચારેયના મોત નીપજ્યા હતા.

મૃતકોની ઓળખ કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, બંને રહે. મોટા દેવળિયા તરીકે થઈ છે. જ્યારે અન્ય બે મૃતકો ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા, બંને રહે. નવાગઢ, જેતપુર હોવાનું સામે આવ્યું છે. એક જ ઘટનામાં ચાર યુવકોના મોતથી મોટા દેવળિયા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ચારેય મૃતકો વાલ્મિકી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]