Amreli ના જાફરાબાદના વઢેરા ગામે વાડીની જાળીમાં ફસાતા 3 માસના સિંહબાળનું મોત



Amreli lion death
Amreli ના જાફરાબાદના વઢેરા ગામે વાડીની જાળીમાં ફસાતા 3 માસના સિંહબાળનું મોત



Amreli lion death
Amreli : ખેડૂતની વાડીમાં લગાવવામાં આવેલી જાળીમાં સિંહબાળ ફસાઈ જતા આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, વઢેરા ગામે ખેડૂત ગોવિંદભાઈ સોલંકીની વાડી વિસ્તારમાં જાળીમાં સિંહબાળ ફસાઈ ગયું હતું. જાળીમાં ફસાઈ જવાથી તેના ગળા પર દબાણ આવતા શ્વાસ રૂંધાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઘટનાના પગલે અંદાજે ત્રણ માસના સિંહબાળનું કરુણ મોત થયું હતું.
વન વિભાગે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
સિંહબાળનું મોત નિપજ્યા બાદ ખેડૂતે તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરી હતી. માહિતી મળતા જ જાફરાબાદ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
સિંહબાળના મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ સિંહબાળના મોતનું ચોક્કસ કારણ અને અન્ય જરૂરી વિગતો સ્પષ્ટ થઈ શકે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા વાડી અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
વનવિભાગની ટીમે સમગ્ર વિસ્તારનું સ્કેનિંગ શરૂ કર્યું છે
આસપાસ અન્ય સિંહો કે સિંહબાળની હાજરી અંગે માહિતી મેળવી શકાય. સિંહબાળની ઉંમર ખૂબ જ નાની હોવાથી વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહણ અથવા અન્ય સિંહોની હિલચાલ અંગે પણ નજર રાખવામાં આવી રહી છે. ઘટનાસ્થળની સ્થિતિ, જાળી અને આસપાસના વિસ્તારની તપાસ કરીને વનવિભાગ દ્વારા જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
વાડી વિસ્તારમાં સિંહબાળ કેવી રીતે જાળીમાં ફસાયું અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે પણ વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ સિંહબાળના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને સ્થળ તપાસ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાથી વન્યજીવ સંરક્ષણને લઈને ફરી એકવાર સાવચેતી અને માનવ વસાહત નજીક સિંહોની હિલચાલ દરમિયાન સુરક્ષિત વ્યવસ્થાની જરૂરિયાત સામે આવી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



