Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad માં બન્યું ‘ગુજરાતનું કૈચીધામ’! માત્ર 5 મહિનામાં તૈયાર થયું ભવ્ય હનુમાન મંદિર

અમદાવાદના રાંચરડા ખાતે ભક્તિ અને આસ્થાનું એક નવું કેન્દ્ર આકાર પામ્યું છે. નીમ કરોલી બાબાની પ્રેરણાથી માત્ર પાંચ મહિનામાં તૈયાર થયેલું ભવ્ય હનુમાન મંદિર હાલ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 02:49 PM IST

રાંચરડા ખાતે આવેલું આ મંદિર આશરે 35 ફૂટ ઊંચું અને 35 ફૂટ પહોળું હોવાનું જણાવવામાં આવે છે. ટૂંકા સમયગાળામાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવતા તેની ચર્ચા આસપાસના વિસ્તારોમાં પણ થઈ રહી છે. મંદિર ખાતે હનુમાન દાદા વિશ્રામ મુદ્રામાં બિરાજમાન છે, જે અહીંનું વિશિષ્ટ આકર્ષણ માનવામાં આવે છે. મંદિરના નિર્માણ પાછળ નીમ કરોલી બાબાની પ્રેરણા જોડાયેલી હોવાનું જણાવાય છે. નીમ કરોલી બાબા હનુમાન ભક્તિ સાથે જોડાયેલા આધ્યાત્મિક સંત તરીકે જાણીતા છે. તેમની પ્રેરણાથી તૈયાર થયેલા આ મંદિરને કારણે રાંચરડાનું આ સ્થળ હવે ભક્તોમાં વિશેષ ચર્ચાનો વિષય બન્યું છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.