Get News Alerts

Never miss breaking news updates.

International Snake Day નિમિત્તે ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્પદંશ અંગે જનજાગૃતિ

Snake Bite Awareness Ahmedabad: અમદાવાદના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય સ્નેક ડે અને સર્પદંશ જનજાગૃતિ સપ્તાહ અંતર્ગત સર્પદંશ અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં દર્દીઓ તેમજ...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 03:18 PM IST
International Snake Day નિમિત્તે ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્પદંશ અંગે જનજાગૃતિInternational Snake Day નિમિત્તે ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્પદંશ અંગે જનજાગૃતિ

Snake Bite Awareness Ahmedabad

Snake Bite Awareness Ahmedabad: અમદાવાદના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય સ્નેક ડે અને સર્પદંશ જનજાગૃતિ સપ્તાહ અંતર્ગત સર્પદંશ અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં દર્દીઓ તેમજ તેમના સગાં-સંબંધીઓને સર્પદંશથી બચાવ અને સાપ કરડવાની સ્થિતિમાં તાત્કાલિક લેવાતા પગલાં અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

સાપ કરડે ત્યારે ગભરાયા વિના તાત્કાલિક સારવાર લેવાની સલાહ

સેમિનારમાં સાપ કરડે ત્યારે ગભરાયા વિના શું કરવું, સર્પદંશના કિસ્સામાં કઈ સાવચેતી રાખવી અને બચાવ માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાયપુરા અર્બન હેલ્થ સેન્ટરના ફરજ પરના આરએમઓ ડૉ. પ્રકાશ પટેલ સહિતની તબીબોની ટીમે ઉપસ્થિત લોકોને સર્પદંશ અંગે જરૂરી માહિતી આપી હતી.

અંધશ્રદ્ધા અને ઘરગથ્થુ ઉપચારથી દૂર રહેવા સમજ

તબીબોએ ખાસ કરીને સાપ કરડ્યા બાદ સમયસર તબીબી સારવાર લેવાની સલાહ આપી હતી. સર્પદંશના કિસ્સામાં અંધશ્રદ્ધા કે ઘરગથ્થુ ઉપચાર પાછળ સમય ન ગુમાવવો અને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ

જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન સર્પદંશથી બચવા માટે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, રાત્રિના સમયે બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા સહિતની બાબતો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાપ દેખાય ત્યારે તેને પકડવાનો કે મારવાનો પ્રયાસ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવાની સલાહ પણ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્નેક ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ લોકોમાં સર્પદંશ અંગે વૈજ્ઞાનિક અને તબીબી માહિતી પહોંચાડવાનો તેમજ સમયસર સારવાર અંગે જાગૃતિ વધારવાનો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]