Get News Alerts

Never miss breaking news updates.

વિદેશ જતા 250થી વધુ MBBS વિદ્યાર્થીઓની વ્હાઇટ કોટ સેરેમની, ડૉ. રાજેશ પરમારનું વિશેષ બહુમાન

White Coat Ceremony 2026: ઓમ એડ્યુકોનના ફાઉન્ડર ડૉ. ઉમેશ ગુર્જર દ્વારા વિદેશમાં MBBSનો અભ્યાસ કરવા જઈ રહેલા 250થી વધુ વિદ્યાર્થીઓ માટે અમદાવાદની પિનેકલ ગ્રાન્ડ હોટેલ ખાતે ભવ્ય વ્હાઇટ કોટ સેરેમની-બેચ...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 05:46 PM IST
વિદેશ જતા 250થી વધુ MBBS વિદ્યાર્થીઓની વ્હાઇટ કોટ સેરેમની, ડૉ. રાજેશ પરમારનું વિશેષ બહુમાનવિદેશ જતા 250થી વધુ MBBS વિદ્યાર્થીઓની વ્હાઇટ કોટ સેરેમની, ડૉ. રાજેશ પરમારનું વિશેષ બહુમાન

White Coat Ceremony 2026

White Coat Ceremony 2026: ઓમ એડ્યુકોનના ફાઉન્ડર ડૉ. ઉમેશ ગુર્જર દ્વારા વિદેશમાં MBBSનો અભ્યાસ કરવા જઈ રહેલા 250થી વધુ વિદ્યાર્થીઓ માટે અમદાવાદની પિનેકલ ગ્રાન્ડ હોટેલ ખાતે ભવ્ય વ્હાઇટ કોટ સેરેમની-બેચ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. 4 ઓક્ટોબરે યોજાયેલા આ કાર્યક્રમમાં બેલારુસ સહિતના દેશોમાં MBBS કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ સફેદ કોટ ધારણ કરી ડૉક્ટર તરીકે સેવા કરવાની શપથ લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા કાર્યક્રમમાં ભારત ખાતેના બેલારુસના રાજદૂત મિખાઇલ એમ. કાસ્કો અને દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી વિક્ટોરિયા માર્કાચેઉસ્કાયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને બેલારુસમાં અભ્યાસ, સુરક્ષા સહિતની વિવિધ બાબતો અંગે માહિતી આપી હતી.

માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ

કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. માઇન્ડ ટ્રેનર અને સાયકોલોજિસ્ટ ડૉ. રાજેશ પરમારનું માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે યોગદાન બદલ શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. રાજેશ પરમારે અત્યાર સુધીમાં માનસિક સ્વાસ્થ્ય, માઇન્ડ પાવર અને આત્મહત્યા નિવારણ અંગે 4 લાખથી વધુ લોકોને શપથ લેવડાવી હોવાનો ઉલ્લેખ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો. સન્માન બાદ વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. પરમારે જણાવ્યું હતું કે ડૉક્ટર બનવું માત્ર ડિગ્રી મેળવવા પૂરતું નથી, પરંતુ માનસિક દબાણ સામે લડવાની ક્ષમતા પણ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આવતા માનસિક દબાણને ઓળખવા, વાતચીત કરવા અને જરૂર પડે ત્યારે મદદ મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓને નિષ્ણાતોનું પ્રેરક માર્ગદર્શન

આ પ્રસંગે ડૉ. દીપ પટેલ, યશપાલ બક્ષી, ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય, ડૉ. સતીશ શાહ, કે.સી. શાહ, ડૉ. મનીષ દોશી, પારસ શાહ અને ડૉ. રવિન્દ્ર ગાડધે સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કરિયર, કોમ્યુનિકેશન, પ્રેરણા અને વ્યવસાયિક ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું હતું.

‘માત્ર એડમિશન નહીં, સારા ડૉક્ટર બનાવવાનો હેતુ’

કાર્યક્રમના અંતે ઓમ એડ્યુકોનના ફાઉન્ડર ડૉ. ઉમેશ ગુર્જરે જણાવ્યું હતું કે સંસ્થાનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને વિદેશમાં MBBS માટે એડમિશન અપાવવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને એક સારા, સંવેદનશીલ અને જવાબદાર ડૉક્ટર બનાવવાનો છે. વ્હાઇટ કોટ સેરેમની દરમિયાન વિદ્યાર્થીઓમાં ડૉક્ટર તરીકેની જવાબદારી અને સેવાભાવ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]