અમદાવાદમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: ઋષિકેશ પટેલના હસ્તે પ્રહલાદનગરમાં વેચાણ કેન્દ્રનું લોકાર્પણ



Natural Farming Market Ahmedabad
અમદાવાદમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: ઋષિકેશ પટેલના હસ્તે પ્રહલાદનગરમાં વેચાણ કેન્દ્રનું લોકાર્પણ



Natural Farming Market Ahmedabad
Natural Farming Market Ahmedabad: શહેરમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પ્રહલાદનગર વેજિટેબલ માર્કેટ ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઊર્જા મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતો સાથે સંવાદ, પ્રાકૃતિક પેદાશોની માહિતી મેળવી
લોકાર્પણ બાદ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ વેચાણ કેન્દ્રના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય પદાર્થો તથા અન્ય ચીજવસ્તુઓ વિશે જાણકારી મેળવી હતી.

પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરિયાત: ઋષિકેશ પટેલ
આ પ્રસંગે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો હેતુ સમાજના દરેક નાગરિક અને છેવાડાના વ્યક્તિ સુધી યોગ્ય તથા પોષણયુક્ત આહાર પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે લોકોના સ્વાસ્થ્યની જાળવણી અને આવનારી પેઢીના હિત માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે અભિયાન ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર તથા પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.

અમદાવાદ શહેર-જિલ્લામાં 7 સ્થળે વેચાણ કેન્દ્રો શરૂ
અમદાવાદ શહેર અને જિલ્લામાં એકસાથે કુલ સાત સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમાં અમદાવાદ શહેરનાં બે કેન્દ્રો ઉપરાંત ધોળકા, બાવળા, માંડલ, વિરમગામ અને સાણંદમાં એક-એક કેન્દ્રનો સમાવેશ થાય છે. રાજ્યમાં આ જ દિવસે આશરે 34 સ્થળોએ આવાં આયોજન કરવામાં આવ્યાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.


ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક વધારવાનો પ્રયાસ
પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો દ્વારા ખેડૂતોની પેદાશો શહેરી ગ્રાહકો સુધી સીધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે નાગરિકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ વધારવાનો હેતુ છે. આ પ્રસંગે આત્માના ડિરેક્ટર કે.કે. પટેલ, અમ્યુકોની પાણી સમિતિના ચેરમેન ધરમશી દેસાઈ, કોર્પોરેટરો દેવાંગ દાણી, ભાગ્યેશ પટેલ અને નયનાબેન કોટક, સંયુક્ત ખેતી નિયામક ડૉ. મીનાબેન દવે તેમજ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




